SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ વચનામૃત રહસ્ય એકલી સાદી ભાષા (છે). દીકરીઓમાં બોલાઈ ગઈ, એ લખાઈ ગયું અને બહાર આવ્યું છે. સમજવા માટે ઘણી ધીરજ જોઈએ. જેને પોતાનું (હિત) કરવું છે. એને ઉપરથી તો પહેલાં આ મહાપ્રભુ કાંઈક છે, લોકાલોકને જાણનારું સર્વજ્ઞ શક્તિવાળું તત્ત્વ છે. (એમ લાગે). (જેવા) સર્વજ્ઞ પરમગુરુ (છે) એવો સર્વજ્ઞ (હું છું). હું જ સર્વજ્ઞ પરમગુરુ (છું. બધાથી ઊંચામાં ઊંચો હું - એમ જો અંદરમાં જોર આવે, આહા..હા..હા..! ...તો સાચું આવવાનો અવકાશ છે. તો અંતર આનંદના અનુભવમાં આવવાનો એને અવકાશ છે. ભાષા તો સાદી છે પણ ભાવ જરી ઊંડો છે. ઊંડાં ભાવ (છે). આહા..હા...! એ ૧૪ બોલ થયા. 6 . ૦ તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે તેને પણ કેવી ઉપમા આપી છે ! અમૃતવાણીની મીઠાશ જોઈ દ્વાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ ! આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો છે. તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી !” ૧૫. (હવે, પંદરમો - “તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે..... ધ્વનિ છે - અવાજ, ૐ ધ્વનિ (એ) જડ છે. આ અવાજ નીકળે છે (તે) જડ છે. એમ વીતરાગનો % નો અવાજ નીકળે એ જડ છે. ...તેને પણ કેવી ઉપમા આપી છે ! એ વાણીને (કેવી ઉપમા આપી છે !) “અમૃતવાણીની મીઠાશ જોઈ...” એ વીતરાગની વાણીને મીઠાશ જોઈ ...દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ.... (આવી) ઉપમા આપી છે ! સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવની ધ્વનિ - વીતરાગની વાણી છૂટીને (જેણે)
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy