SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ વચનામૃત રહસ્ય વિકલ્પોની લાગણીમાં ફસ્યો (ફસાયો) (માટે) અંતરમાં ઉતરવાનો પ્રયત્ન કરતો નથી. આહા....! છે ? ....પણ પોતે ઊંડો...' ઊંડો એટલે ? ઉપર જે પર્યાય છે ને ઉપર જે રાગ છે તેનાથી ઊંડો (એટલે) જેનું આખું તળ ચેતન છે, અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન છે. એના અંતરમાં તો જાતો નથી. કારણ કે ? “....ઊતરતો જ નથી, કરવા ધારતો નથી,... આહા...હા...! હું એક જાણનાર છું એવું કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે.” અઘરું લાગે છે ને ? કે આ બધું શું ? ચાર નય ને ચાર નયને વ્યવહાર - ભેદ ને એ નિષેધ ને આત્મા એક જ્ઞાયક વિદ્યમાન અર્થ - એ બધું આકરું કેમ લાગે છે ? કે અંદરમાં ઊંડો ઉતરતો નથી. આહા...હા..! ઉપર ટપકે બધાં વિકલ્પની લાગણીઓ (ચાલે છે). સાંભળવું વાંચવું, વિચારવું કહેવું એ બધી લાગણીઓમાં રોકાતો ઊંડો ઉતરતો નથી. આહા..હા...! કારણ કરવા ધારતો નથી. એટલે અઘરું લાગે. આહા..હા..! એટલે અઘરું લાગે. કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. કરવા ધારે તો અઘરું ન લાગે એમ કહે છે. આહા...હા...! ઝીણી વાત છે. અનુભવમાંથી શબ્દો નીકળી ગયા છે. બેનો-દીકરીઓની વચ્ચે રાત્રે બોલી ગયાં એમાંથી લખાઈ ગયેલું છે. એ આ બહાર આવ્યું છે. અંતર આનંદના અનુભવની ભૂમિકામાંથી પાણી નીકળી છે. એક દેહ સ્ત્રીનો છે. બાકી અંદરમાં સ્ત્રીપણું, રાગ ને વિકલ્પ પણ મારો નથી એ તો અનુભવમાં - આનંદમાં રહે છે. એ હું છું બાકી બધું મારું કાંઈ નથી. આહા...હા..! ૧૩ (થયો). નામ : : : “હું છું એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય એટલે સહજરૂપે જોર આવે. : ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે.” ૧૪.
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy