________________
૨૧૬
[વચનામૃત-૫૨] લાખોની પેદાશ એક પડીકામાં હતી. પણ આમ જોયું.... ને બાંધીને પાછું મૂક્યું ! ત્યાં પેલો લેવા આવ્યો અને કહ્યું, “સાહેબ ! આપણે આનો ધંધો નથી કર્યો. (શ્રીમદ્ કહે છે, “ભાઈ આ પડ્યાં, બાપા ! લઈ લ્યો !!” ઓલો કહે કે, આ છે કોણ !? “૫૦ની સાલમાં જેમાં લાખોની પેદાશ ! અત્યારે તો લાખ એટલે સાધારણ ગણાય. પહેલાંના લાખ અને અત્યારના પચ્ચીશ લાખ ! બધા સરખા ગણાય ! એ વખતે એવી લાખની પેદાશ છોડી દેતાં,... પૈસા લેનારને તો એમ થયું કે “આ છે કોણ ? આ તે... આ..હા..હા..! આ પુરુષ કોણ છે ?! કે જેને મેં પડીકું આપ્યું અને ન લીધું અને બાંધીને રાખ્યું છે !” એવું તો સમકિતીનું નૈતિક જીવન હોય છે !! સમકિતીનું - ધર્મનું નૈતિક જીવન એવું હોય છે !! જેને પૈસા આદિની દરકાર નથી. અનૈતિકપણું બિલકુલ હોઈ શકે નહિ. પરસ્ત્રીનો ત્યાગ હોય. સપનામાં પણ પરસ્ત્રી ન હોય. એ માંસ, દારૂ, શરાબ એ વાતને અડે નહિ. એની સામું જોવે નહિ. આ..હા..હા..!
જેને આત્મા હાથ આવ્યો છે, કહે છે કે “શરીર શરીરનું કામ કરે.' આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર... આહા..હા..! મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા છે ! એ વખતે કેવો કાળ હશે ? જૈન હશે પણ કોઈથી બોલાણું નહિ હોય. મુનિઓને ! મહા સંતને ! દિગંબર મુનિ ! આત્મ ધ્યાની આનંદમાં રમનારાં, એના ઉપર રાજાનો ઍમ આવેલો કે રાણી સાથે આને કાંઈક વાત-ચીત છે કે કાંઈક (બીજું) છે ! (માટે) ઘાણીમાં પીલો ! ઘાણીમાં પીલ્યાં ! તલને પીલે એમ પીલ્યાં ! પણ (મુનિરાજ તો) અંતર આત્માના આનંદના ધ્યાનમાં લીન છે) ! આ..હા..હા..! મારો આનંદ છે એ મારી પાસે છે. શરીરને હું અડતો નથી અને એ પીલનાર પણ શરીરને અડતો નથી. મારી ચીજ તો એનાથી જુદી છે. આહા..! આવું સમ્યગ્દર્શન થતાં ‘શરીરાદિ મારાં નથી' (એવો અનુભવ થાય છે). છે ?
આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા.' આ..હા..હા..! કરવાનું તો આ છે. ભાઈ ! લાખ વાત બીજી બહારની હોય (પણ) કરવાનું તો આ છે. જ્ઞાતા થઈ જા. જાણનાર દેખનાર (થઈ જા) ! કોઈ ક્રિયાનો બિલકુલ કરનાર નહિ અને એ ક્રિયા મને અડતી પણ નથી. આહા..હા..! હું તો અશરીરી ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે. એવો એક
-
-
-