SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ વિચનામૃત-પ૨] S૦ ૦ ૦ ૦ ૦ RSSછo ૦ ૦ : V “શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં “આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર.” પર. ૦ -- પ૨મો બોલ). “શરીર શરીરનું કાર્ય કરે છે....' કહે છે ? આ શરીર - આ હાલવું, ચાલવું, આ બોલવું એ બધું શરીરનું કામ શરીર કરે છે, આત્મા નહિ. આહા..હા..! શરીર શરીરનું કાર્ય એટલે પર્યાય કરે છે. શરીરની પર્યાય - આ હાલવું, આ ચાલવું, બોલવું એ બધું કાર્ય . શરીરની પર્યાયરૂપી કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. આહા..હા..! .આત્મા આત્માનું કાર્ય કરે છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એ જ્ઞાન ને આનંદના અનુભવને કરે છે. બન્નેનાં કાર્ય એક ક્ષણમાં તદ્દન ભેગાં હોવાં છતાં, બન્નેના કાર્ય ભિન્ન છે. હવે અહીં સુધી જાવું....! વચલાં આ બધાં કિમનું લક્ષ છોડીને ત્યાં જાવું છે. કરવાનું એ મુખ્ય છે. આહા...! ....આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે....' આહા..હા..! આ હોઠ હલે એ પણ જડની ક્રિયા છે, આત્માની નહિ. વાણી નીકળે છે એ જડની ક્રિયા (છે). ભાષા વર્ગણાની ક્રિયા છે, આત્માની નહિ. આહા..હા..! ચશ્મા અહીં નાક ઉપર આવે છે, એ ચશ્માનું કાર્ય છે. આત્માનું નહિ. આહા..હા..! આવું ગળે ઉતારવું....! ' '(કહે છે કે, બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. પરમાણુ આત્માને કારણે નહિ અને આત્મા પરમાણુને કારણે નહિ,આત્મામાં આત્માના-લશે જે આનંદ _ આવે તે કોઈ શરીરની કે રાગની અપેક્ષાથી નથી. અને શરીર ને વાણીથી - - - - -
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy