SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વિચનામૃત-૪૮]. તો છેતરાઈ જઈશ, હોં....! આ મનુષ્યભવ હાલ્યો જશે અને મનુષ્યભવ નાશ થતાં કાંઈ આત્મા નાશ નહિ થાય. આત્મા તો આ ભવ છોડીને બીજે જશે. જેવાં અજ્ઞાનનાં ભાવ કર્યા હશે તેવાં દુઃખ આવતાં ભાવમાં ભોગવશે. કારણ કે દેહ છૂટીને આત્મા તો ચાલ્યો જશે. આત્મા તો નિત્ય છે. આ દેહ પછી પણ અનંતકાળ આત્મા રહેવાનો છે. (તો) ક્યાં રહેશે ? રાગ ને પુણ્યમાં જો દુઃખ (નહિ) લાગ્યું હોય તો ત્યાં રહેશે અને સંસારમાં રખડશે. આ..હા..હા..! આવી વાત છે, પ્રભુ ! ઝીણું લાગે નાથ ! એ કહ્યું નહોતું? મુનિએ બ્રહ્મચર્યની બહુ વાત કરી. ‘પદ્મનંદી પંચવિંશતી’ (શાસ્ત્ર) છે. (એમાં) બ્રહ્મચર્યની વાત કરતાં કરતાં (આચાર્ય મહારાજ કહે છે) કે, શરીરથી શીયળ પાળે એ બ્રહ્મચર્ય નહિ. શરીરથી શીયળ તો અનંતવાર પાળ્યું છે. બ્રહ્મચર્ય એને કહીએ, બ્રહ્મ નામ આનંદ અને ચર્ય નામ રમવું. અતીન્દ્રિય આનંદના નાથમાં રમણ કરે તેને બ્રહ્મચર્ય કહીએ. એવી બ્રહ્મચર્યની સૂક્ષ્મ વ્યાખ્યા કરતાં કરતાં આચાર્ય મહારાજ કહે છે, પ્રભુ ! મારી વાત જુવાનીવાળાને, ભોગના રસવાળાને ઠીક ન લાગતી હોય.... (તો) પ્રભુ ! માફ કરજે !! અમારી પાસે બીજી શું આશા રાખીશ ? અમે તો તને સત્ય વાત કહેનારા અને સત્ય વાત માનનારા છીએ. એમાં અસત્ય વાત અમારી પાસેથી તું લેવા માગીશ તો આવશે નહિ.' આહા..હા..! બતાવ્યું હતું ને? પદ્મનંદી પચવિંશતી !” (એમાં) ગાથા છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા એવી કરી... એવી કરી... (કે) શરીર અને મનથી પાળતો હોય એ બ્રહ્મચર્ય નહિ ! . પરમાત્મા કહે છે, બ્રહ્મચર્ય એને કહીએ - બ્રહ્મ નામ આત્મા - અતીન્દ્રિય આનંદનો નાથ એને ચરવું નામ (એમાં) રમે, એનું નામ બ્રહ્મચર્ય કહીએ. એ તને ન ગોઠે અને તને ન રુચે તો અમે તો મુનિ છીએ, માફ કરજે ! અમારી પાસે બીજી આશા ન રાખીશ. તને ગોઠે એ વાત નહિ આવે. તને ગોઠે એ વાત નહિ આવે ! પદ્મનંદીમાં પાઠ છે. ૨૬ અધ્યયનનું આખું શાસ્ત્ર છે. મુનિએ બનાવેલું છે. આહા..હા..! અહીં કહે છે, વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગે, આ..હા..હા...! તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ. શું કહે છે, પ્રભુ ? પુણ્ય અને પાપનો ભાવ એ વિકલ્પ ને રાગ છે. પ્રભુ ! જો તને રાગમાં દુ:ખ લાગે તો એ દુઃખથી અંદર આનંદસ્વરૂપ ભિન્ન છે, એને તું ગોત્યાં વિના - શોધ્યા વિના રહીશ
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy