SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મ : - - - - - - - ૧૯૪ [વચનામૃત-૪] છૂટો જ પડ્યો છે. આહા..હા..! આવી વાત હવે સાંભળવા મળવી મુશ્કેલ પડે, ત્યાં પ્રભુ એને સમજે કે દિ? શું થાય ? એમાં આવા અનાર્યદેશમાં ! આવી ચીજ અંદર શું છે ? તે સમજવું કઠણ પડે). આહા...! અહીં કહે છે, પ્રભુ ! ચૈતન્ય પદાર્થ તો અંદર છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન, આનંદની મૂર્તિ (છે) ! આ..હા...હા...! એ અંદર આત્મા જે છે એ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની મૂર્તિ એટલે એનું સ્વરૂપ જ અંદર એ છે. તારી નજર તેમાં ગઈ નથી. નજરમાં રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને પુણ્ય-પાપના ફળ બહારમાં) ધૂળ (પૈસા) આદિ (છે). આ રાજ મળે, પોટ મળે કે અબજો રૂપિયાની પેદાશ મળે, એ બધી ધૂળ - પુણ્યના ફળ તરીકે (મળી છે). તારી નજરું ત્યાં ગઈ છે. તારી નજરું અંદર રાગથી ભિન્ન ચૈતન્ય છે ત્યાં કોઈ દિ કરી નથી. તેનું તે લક્ષ કર્યું નથી, તેની જાતને જાણવા, જાળવવા અને જાણવા, તે તત્ત્વને જાળવવા અને જાણવા કદી પ્રયત્ન કર્યો નથી. આહા..હા..! આકરી વાત છે. છે ? - ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન-આનંદની મૂર્તિ....' આ..હા..હા..! જેમ સાકરમાં ગળપણ ભર્યું છે, એમાં હાથનો મેલ દેખાય એ જુદો છે. બાળકને રોટલીમાં સાકરનાં ગાંગડા આપે, એને હાથ અડાડે તો મેલ ચડે, મેલ જેવું દેખાય, પણ એ તો ઉપર છે. સાકર મૂળ ચીજ છે એમાં ગળપણ ભરેલું છે. એમ આ ભગવાન આત્મા....! પ્રભુ ! ઝીણી વાત છે. અહીં અમારે તો ત્યાં (સોનગઢમાં) ૪૫ વર્ષથી ચાલે છે. આ વાત કાંઈ નવી નથી. ૪૫ વર્ષથી ચાલે છે ! અઢાર વાર તો (સમયસાર) અક્ષરે અક્ષરના અર્થો સોનગઢમાં વંચાઈ ગયા છે. હજારો માણસની વચ્ચે ! મુમુક્ષુ :- ગુરુદેવ ! ભજનમાં એમ કહે છે કે, હે ભગત ! આ નવી , વાત તું ક્યાંથી લાવ્યો !? આપ કહો છો જૂની વાત છે ! પૂજ્ય ગુરુદેવશ્રી કે. એ વાત કરી હતી, પ્રભુ ! પોતાની જાતની વાત બહુ ન કરાય ! સમજાય છે ? સાધારણ સાધારણ વાત પોતાની કરાય. બાકી તો અમે મહાવિદેહમાં પ્રભુ પાસે હતાં ! ત્યાં રાજકુમાર તરીકે હતાં, પ્રભુ ! અબજોની પેદાશ હતી. પણ દેહ છૂટતાં રોગ એવો આવ્યો, સહન થયું નહિ, મરીને અહીં કાઠિયાવાડમાં ઉમરાળે જન્મ થઈ ગયો. ભાવનગર પાસે ઉમરાળા છે. ત્યાં તેર વર્ષ રહ્યો. પાલેજમાં અમારી દુકાન છે, ભરૂચ
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy