________________
વચનામૃત રહસ્ય
ગમે તેવું છે.’ આત્મામાં ગમે એવું છે (એમ કહે છે.) અંદર આનંદ છે પ્રભુ !
આય...જી........!
આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ, બત્રીસ લાખ વિમાનનો સ્વામી ઇન્દ્ર છે, એક-એક વિમાનમાં અસંખ્ય દેવ છે એનો લાડો જે ઇન્દ્ર (છે) (એ) સમકિતી છે, આત્મજ્ઞાની છે. ભલે (બહારમાં) એ (બધી) ચીજ હોય પણ આત્માનું ભાન છે અને પરમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. એ જીવ પણ ભગવાન પાસે સાંભળવા આવે છે. મહાવિદેહક્ષેત્રમાં ૫૨માત્મા બિરાજે છે. બેન ત્યાં હતાં. ત્યાંથી આવ્યાં છે. જરી કપટ થઈ ગયું હતું એથી સ્ત્રીનો દેહ (મળ્યો છે). (જે) સ્ત્રીપણું મળ્યું એ પૂર્વની માયાને કારણે છે. માયાકપટ થઈ ગયું. એમાંથી આયુષ્ય બંધાઈ ગયું તો સ્ત્રી થઈ ગયાં. ભગવાન પાસે હતાં. અત્યારે ભગવાન બિરાજે છે. મહાવિદેહમાં મોજૂદ સમવસરણમાં આમ બિરાજે છે. એમાં હતાં, શેઠના દીકરા હતાં. પણ છેલ્લે દેહ છૂટતાં જરી અસ્થિરતા થઈ ગઈ, થોડી માયા થઈ ગઈ (એટલે) સ્ત્રીપણે આવી ગયા છે. પછી એમને (સંવત) ૧૯૮૯ની સાલમાં પૂર્વભવનું જ્ઞાન થયું છે. જાતિસ્મરણ(માં) પહેલાં પાંચ ભવનું જ્ઞાન આવ્યું. પછી પહેલાં ચા૨ ભવનું આવ્યું. (એમ) નવ ભવનું જ્ઞાન (છે). યાદ આવે છે એમ અસંખ્ય અબજ વર્ષની યાદ આવે છે. એના (આ) વચનો છે. અહીં માગણી હતી, આવવાનો વિચાર પણ હતો. પણ એમાં શરીર એવું છે કે બહુ ફરવું નહિ (કેમકે) અંદર Heart ઉપર કંઈક અસર છે. પોતાને તો આનંદ છે, હોં ! એને કાંઈ ન મળે. એ તો આનંદ.... આનંદ... ને આનંદ.... અતીન્દ્રિય આનંદમાં છે). બસ !
હમણાં પાંચ વર્ષ કાલની વાત જેમ
અતીન્દ્રિય આનંદના અનુભવમાં એમ કહે છે આત્મામાં ગમે તેવું છે.' પણ ‘આત્મા’ કોણ છે ? એ જાણ્યા વિના ગમે ક્યાંથી એને ? એ ચીજ શું છે ? એ ચીજ ખ્યાલમાં આવ્યા વિના એની રુચિ ક્યાંથી થાય ? જે ચીજ ખ્યાલમાં જ આવી નથી જ્ઞાનમાં ખ્યાલમાં આવી નથી તો એની રુચિ અને પોષાણ ક્યાંથી થાય ? આહા...હા..હા...! થોડી ઝીણી વાત છે, પ્રભુ ! (પણ) છે તારા ઘરની વાત. પ્રભુ છો તું તો બાપુ ! પણ તને તારી ખબર નથી. એથી અહીં કહે છે આહા...હા..હા..! તને ‘આત્મામાં ગમે તેવું છે.’
-