________________
વચનામૃત રહસ્ય
૧૮૩
શું કહ્યું ? પર્યાયમાં મુક્ત થાશે તે નિશ્ચય નથી પણ એ વ્યવહાર છે. કેમકે પર્યાય છે. પર્યાયમાત્ર વ્યવહાર (છે). વસ્તુ દ્રવ્ય છે તે નિશ્ચય (છે). પંચાધ્યાયી (શાસ્ત્રમાં) બે બોલ લીધાં છે, દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર ચાહે તો મુક્ત પર્યાય હોય, ચાહે તો કેવળજ્ઞાન હોય, ચાહે તો અનંત આનંદ હોય, પણ એ પર્યાય વ્યવહાર છે. આ..હા.હા..! એના ઉપરની દૃષ્ટિ રાખવા જેવી નથી. આહા..હા..! દૃષ્ટિમાં તો ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. મુક્ત અવસ્થા થશે એ તો વ્યવહાર છે. મુક્ત સ્વરૂપ છે
તે નિશ્ચય છે. આહા..હા..!
આવું આ નાયરોબીમાં સાંભળવું !! કાપડનાં ધંધામાં બધાં ગૂંચી ગયેલાં હોય અંદરથી ! (એમાં આ સાંભળવું) !!!
મુમુક્ષુ :- અમારા ભાગ્ય પાક્યા હતાં ને ! નહિ તો તમે ક્યાંથી આવો ? પૂજ્ય ગુરુદેવશ્રી :- વાત સાચી...! ભાઈ ! વાત સાચી '!' આ વચનો બાપા પુણ્યશાળીઓને મળે એવાં છે ! ઓ..હો..હો...!
મુમુક્ષુ :- આપનો અમારા ઉપર પરમ ઉપકાર છે !! પૂજ્ય ગુરુદેવશ્રી :- આ વસ્તુ એવી છે !!
અહીં કહે છે,' બંધાયેલું છે એ વ્યવહારનય અને મુક્ત છે એ (પણ) વ્યવહારનય (છે). અરેરે...! કોણ માને આ ? રાગ છે, રાગથી બંધાયેલો (છે) એ પણ વ્યવહાર છે અને કેવળજ્ઞાન મુક્ત પર્યાય થાય તે પણ વ્યવહાર છે. પર્યાયમાત્રને વ્યવહાર કહેવામાં આવે છે અને એક 'સમયની પર્યાય(થી) રહિત ત્રિકાળ દ્રવ્ય છે તેને નિશ્ચય કહેવામાં આવે છે. નિશ્ચય એટલે સાચું અને વ્યવહાર એટલે ક્ષણિક અવસ્થા છે તેને વ્યવહાર કહેવો (અને) તે ઉપચાર છે. આ...હા..હા..! કાને તો પડવા દો આ ! કેવી વાત છે !! અરે...! મનુષ્યભવ મળ્યો... ચાલ્યો જાય છે. ક્યાં જશે ? આહા..હા..!
મુમુક્ષુ :- ઉતારા ક્યાં થશે ખબર નથી ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- માટે જ ઉતારાનો નિંર્ણય કરો (એમ) કહે છે. ઉતારાનો નિર્ણય કરો કે હું ત્રિકાળ મુક્ત સ્વરૂપ છું. મારો ઉતારો મુક્તિમાં જશે. દેહ તો છૂટશે, પ્રભુ ! દેહની તો મુત છે. તું આત્મા (છો). (તેની) મુદત
છે નહિ. એ તો અનાદિ અનંત છે. (તો) ક્યાં જશે ? ક્યાં રહેશે ? આજ પછીના અનંતકાળ રહેશે ક્યાં ? જેણે રાગને (અને) ૫૨ને પોતાનું માન્યું