SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ :વચનામૃત રહસ્ય ૧૭૯ ભરત ચક્રવર્તી ગૃહસ્થાશ્રમમાં હતાં છતાં એને આત્મજ્ઞાન અને (સ્વરૂપ) લીનતા હતી. બે ભાઈઓ લડાઈ કરતા (હતાં) તોપણ આત્માની અંદર લીનતા હતી ! લડાઈના ભાવને પણ પોતાનાં કર્તા ન માનતા, (માત્ર) જાણતાં હતાં. આહા..હા...! બે ભાઈઓ વચ્ચે લડાઈ !! બન્ને સમકિતી !! બન્ને જ્ઞાની !! બન્ને એ ભવે મોક્ષ જનારા !! આહા..હા...! જ્યાં ચક્ર માર્યું,..! ભરતે જ્યાં બાહુબળને ચક્ર માર્યું...! ચક્ર ઊભું રહી ગયું. ચરમ શરીરી જીવ છે (એટલે) ચક્ર ન લાગ્યું. આ ભાઈ-ભાઈ વચ્ચે આવો ૨ાગ ! એ રાગનેં પણ અંદરથી ભિન્ન જાણે છે. ‘હું એ નહિ, આ મારું નહિ, આ તો નબળાઈનો રાગ આવ્યો એ દુઃખદાયક દશા (છે). મારી તો આનંદ સ્વરૂપદશા (છે). આ દુઃખ દશા એ મારી નહિ, મારામાં નહિ, (હું) એનો નહિ, એ મારામાં નહિ, એમાં હું નહિ’ આહા..હા..! આવી દૃષ્ટિ થયું જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય.... શું કહે છે ? અંદર જાણવાનો ઉપયોગ, ચૈતન્યને પકડવાનો ઉપયોગ કાર્ય કરી શકતો ન હોય તો ‘....પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે...... અંતર સ્વરૂપમાં જયે, અંતર (સ્વભાવ) પ્રાપ્ત થાય તે જ લાભ છે. બાકી બાહ્ય ચીજમાં ક્યાંય લાભ છે નહિ. આહા...હા...! (આમ) પ્રતીતિમાં એને આવવું જોઈએ. શું આવ્યું ? ....ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય....' (અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ અંદર હજી કંઈ પકડી ન શકતો હોય, ....પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,....' રાગથી અને એક સમયની પર્યાયથી પણ, અગિયાર અંગના જાણપણાથી પણ (માર્ગ જુદો છે) અને શુભરાગની ક્રિયા - આ પૂજા, ભક્તિ બધો શુભ રાગ છે, એ કોઈ ધર્મ નથી. આહા..હા..! આવે. શુભ રાગ આવે, (અને) ‘ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,....' (એટલે કે) રાગથી ખસીને અંત૨માં જવું ત્યાં આત્મા છે. બીજે ક્યાંય આત્મા છે નહિ. AI આહા...! બેનના વચનો છે આ ! બેન અનુભવમાંથી બોલેલ છે. અનુભવમાંથી આ રસ આવ્યો છે. આહા..હા..હા...! 3
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy