SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કે “સાધનદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો નથી. - જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે. ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે.” ૪૦. 0િ•••• ---- પ્રવચન-૯, વચનામૃત- ૪૦ થી ૪૪ - વચનામૃત, ૪૦ મો બોલ. ૩૯ ચાલ્યાં છે. (હવે) ૪૦. આ તો શાંતિનો માર્ગ છે, ભાઈ ! ધીરજથી (સમજવા જેવો છે. સાધકદશામાં.... શું કહે છે ? આત્મા પરમાનંદ શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થઈ, તેનો આદર થયો, તેનો સ્વીકાર - સત્કાર થયો અને રાગાદિનો આદર છૂટી ગયો. તેને અહીંયા સાધકદશા - ઘર્મને સાધનારી દશા કહેવામાં આવે છે. આહા..હા...! ‘સાધનદશામાં...' સાધકદશા એટલે આ ! અંતર શુદ્ધ સ્વરૂપ છે, તેના ઉપર દૃષ્ટિ પડી છે અને તેના તરફના પ્રયત્નમાં પડ્યો છે, તેને સાધક (કહીએ), ધર્મનો કરનાર સાધકજીવ કહીએ. આ એની શરત છે. સાધકદશાની આ શરતું છે, આ..હા..હા..! તેને ..શુભ ભાવ વચ્ચે આવે છે . ધર્મીને પણ ભક્તિનો, પૂજાનો વગેરે શુભ ભાવ આવે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ (થયાં) નથી, ત્યાં સુધી એને શુભ ભાવ આવે. છે (અંદર) ? ..પણ સાધક તેને છોડતો જાય છે... આ..હા..હા..! એનો આદર કરતો
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy