SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૧૪૯ સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. જો વિકલ્પ કરી જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જુદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે.” ૩૯. : ૩૯ (બોલ). ‘સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી.’ શું કહે છે ? આત્મા અંદર રાગ વિનાનો, વિકલ્પની લાગણી વિનાનો છે એમ જાણવામાં આવ્યું, એને ફરીને હવે એ કાંઈ ભેદ કરવો પડતો નથી. ભેદજ્ઞાન નિરંતર ચાલ્યા જ કરે છે. ભલે ખાતો હોય, પીતો હોય, બોલતો હોય પણ અંદરથી રાગથી ભિન્ન પડેલો છે, તે ભેદજ્ઞાન સદા નિરંતર રહ્યાં જ કરે છે. છે (અંદર) ? “સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી.' રાગથી ભિન્ન પડ્યો એવો જે ભગવાન ! એનું જેને સમ્યગ્દર્શન ને જ્ઞાન થયું તેને વિકલ્પ કરીને (દશા) જાળવી રાખવી પડતી) નથી. જો વિકલ્પ કરીને જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. આહાહા...! બહુ ઝીણી વાત છે. રાગ કરીને (દશા રાખવી પડે તો) એ સહજ દશા જ નથી. સહજ દશા ! આનંદ સ્વરૂપ ભગવાન રાગથી ભિન્ન પડ્યો એને સહજ દશા થઈ છે. એને હવે રાગને ભિન્ન કરવાનો નવો પ્રયત્ન કરવો પડતો નથી. ભિન્ન કર્યો તે હવે ભિન્ન થયા જ કરે છે, આહા..હા..! આવી વાતું હવે ! સાધારણ સમાજ ! પ્રભુ ! સમાજ સાધારણ છે, આત્મા સાધારણ નથી. આત્મા તો મોટો ભગવાન છે ! સવારે નહોતું કહ્યું? કે ધર્મધ્યાનનો વિચાર કરનાર અવાયવાળો એમ
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy