________________
૧૦૭.
વચનામૃત રહસ્ય મરીને વૈમાનિક દેવમાં જ જાય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષમાં એ ન જાય. મિથ્યાદૃષ્ટિ હોય ને વિરાધના થઈ હોય તો નીચે જાય. સમકિતદષ્ટિ તો વૈમાનિકમાં જાય છે.
અત્યારે વૈમાનિકનો દેવ જે છે . સુધર્મદેવલોક, ૩ર લાખ વિમાન ! પહેલું દેવલોક છે. ૩૨ લાખ વિમાન (છે). એક વિમાનમાં અસંખ્ય દેવ ! એનો એ લાડો આત્મજ્ઞાની છે. દેવલોકમાં ૩૨ લાખ વિમાનનો સ્વામી આ સમકિતી છે !! પણ એ પરને અડવા દેતો નથી. (અર્થાતુ) એ દેવને રાણી ને દેવાંગના એ બધાં પર (છે), એ મારું સ્વરૂપ છે નહિ. (એમ ભિન્ન રહે છે). દેવલોકમાંથી ભગવાન પાસે સાંભળવા આવે છે. આ ચંદ્ર, સૂર્ય છે એના ઉપર સુધર્મ દેવલોક છે. સુધર્મ દેવલોક, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર દેવલોક છે, છે ને ? ત્યાંથી અત્યારે ભગવાન પાસે સાંભળવા આવે છે. પ્રભુ પાસે છે. એ ઇન્દ્ર એકાવતારી છે ! એક ભવ કરીને મોક્ષ જનાર છે. આ..હા..હા...! આમ (બહારથી) જુઓ તો ૩૨ લાખ વિમાન છે પણ અંદરમાં લેપ નથી. (અર્થાતુ) મારું કાંઈ નથી. મારું મારામાં છે, મારો પરિવાર મારામાં છે. રાગ આદિ મારો પરિવાર નહિ. બેનનું આપણે ન લીધું ? રાગ અમારો દેશ નહિ. એ પુણ્ય ને પાપના પરિણામ અમારો દેશ નહિ. અરે...! અમે ક્યાં પરદેશમાં આવી ચડ્યા ? એમ જ્ઞાનીને રાગમાં આવતાં એમ લાગે છે. રસ લાગતો નથી. આહા..હા...! વાંચ્યું હતું ને આપણે ? વંચાવ્યું હતું. અમે ક્યાં આવી ચડ્યાં ? અરેરેરે....!
અમારો આનંદનો નાથ એમાં રુચિ ને દૃષ્ટિ હોવા છતાં, અસ્થિરતાથી અમે આ ક્યાં પરદેશમાં આવી ચડ્યાં) ? એ પુણ્યના પરિણામમાં આવ્યાં તો કહે, અમે પરદેશમાં આવી ચડ્યાં છીએ. અમારો એ પરિવાર નથી. અમારો પરિવાર તો અંદરમાં આનંદ, જ્ઞાન ને શાંતિનો સાગર (છે). એ પરિવાર અંદર પડ્યો છે. એ અમારું વતન છે, એ અમારું સ્થાન છે, એ અમારું ઘર છે, ત્યાં અમારો પરિવાર વસે છે, ત્યાં અમે જવા માગીએ છીએ. આ....હા...હા..હા...! અજ્ઞાનીને બહારમાં બાયડી ને છોકરા ને આ પૈસા આદિ) - કાંઈક મળે એમાં ખૂબ રસ આવી જાય. એ રસ જ્ઞાનીને હોતો નથી. એ (અહીં) કહે છે.
....જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને