________________
વચનામૃત રહસ્ય ડૂબી ગયાં છે. અતીન્દ્રિય આનંદના સ્વાદમાં, આ સર્પ છે કે નહિ, ઉપસર્ગ આવ્યો છે કે નહિ, કરોડો કીડીઓ થઈ છે કે નહિ, એની પણ જેને ખબર નથી. એવા ધ્યાનમાં હતાં. ચેલણાં આવી, શ્રેણિક આવ્યા . બન્ને આવ્યા - ધણી-ધણિયાણી. ચેલણા કહે કે, “જુઓ ! સ્વામી ! આ મુનિ ધ્યાનમાં છે. આ ઉપસર્ગની એને ખબર પણ નથી !” (પછી) મરેલા નાગને કાઢયો અને પછી મુનિ ધ્યાનમાંથી બહાર આવ્યાં. જોયું કે આ રાજા ને રાણી આવ્યાં છે. ત્યારે રાજાએ કહ્યું કે, સાહેબ ઓહો..હો....! આવું તમારું ધ્યાન !! કે સર્ષ આવીને ક્રોડો કીડીઓ થઈ છે છતાં તમારું બહારમાં લક્ષ નહિ. આનંદનાં ધામમાં મસ્ત છો તો પ્રભુ ! તમારો માર્ગ શું છે ?”
એવો બૌદ્ધધર્મી મિથ્યાદષ્ટિ શ્રેણિક રાજા હતો. એની ચલણા રાણી સમકિતી હતી. એ સમકિત પમાડવા માટે મુનિ પાસે લઈ ગયાં. એ મુનિ છે, આવું કામ કરેલું અને પછી ઉપદેશ આપે છે. ઉપદેશ આપે છે ત્યાં એ સમકિત પામે છે ! આ...હા...હા...! એમ નહિ કે એણે એટલાં પાપ કર્યા છે) માટે નહિ થઈ શકે. આત્મા અંદર તૈયાર છે.
સવારમાં કહ્યું હતું. મહાવીર ભગવાનનો (પૂર્વનો) દસમો ભવ સિંહનો (હતો). એ સિંહ આમ હરણને ખાતો હતો. એ વખતે બે મુનિ ઉપરથી ઉતર્યા અને એણે કહ્યું, “અરે...! સિંહ ! તું કોણ છો ? તારો આત્મા તો મહાવીરનો આત્મા (છે). દસમે ભવે તું તીર્થકર થવાનો છે.” હવે એ ભાષા મુનિએ કેવી કહી હશે અને સિંહ કેમ સમજી ગયો હશે !! આ..હા..હા...! એ સિંહની કેટલી પાત્રતા હશે કે (એ) મુનિ ઉપરથી ઉતર્યા (એમની) ભાષા કઈ હશે ? એ સિંહ સમજી ગયો !! “આ શું કર્યું તે આ ? તારો આત્મા તીર્થકરનો આત્મા છે. દસમે ભવે તું મહાવીર થવાનો છે !” એમ જ્યાં સાંભળ્યું ત્યાં.... પેટમાં હરણનાં માંસનાં બટકાં હતાં, છતાં જ્યાં (આ) સાંભળ્યું અંદરથી (ત્યાં) ગુલાંટ ખાઈ ગયો અંદરમાંથી ! એકદમ ગુલાંટ ખાઈ ગયો અંદરમાં !! ચૈતન્યમૂર્તિ આત્મા ! અરે...! મુનિરાજે મને ઘણો ઉપદેશ કર્યો. આવો પાપી પ્રાણી ક્ષણમાં સમકિત પામ્યો !એને માટે કાંઈ કાળની મુદતની જરૂર નથી. એક અંતર્મુહૂર્ત - ક્ષણમાં પણ પરની દિશા તરફની જે દશા છે... પરની દિશા તરફની દશા એટલે ? રાગ અને દ્વેષની દશા પર દિશા તરફ છે અને સમ્યગ્દર્શનની દશા સ્વ તરફ છે. આ...હા..હા...! સમજાય