________________
.BACCA
સમ્યગ્દષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે કે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે.” ૩૧.
પ્રવચન-૬, વચનામૃત-૩૧ થી ૩૩
વચનામૃતનો ૩૧મો બોલ. ૩૦ બોલ ચાલ્યાં છે. “સમ્યક્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે....... (આ) બેનના અંદરના (અંતરના) વચનો છે. સમ્યદૃષ્ટિ એને કહીએ કે જેને આત્મા આનંદસ્વરૂપ, અખંડ અભેદ સ્વરૂપ, સવારમાં કહ્યું હતું અનુભૂતિ..., આત્મા ચિદાનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થાય, એવો અનુભવ થઈને પ્રતીત થાય, તે શરૂઆતના સમ્યદૃષ્ટિ જીવ કહેવામાં આવે છે. પહેલી - શરૂઆતનો એ સમ્યદૃષ્ટિ જીવ કહેવામાં આવે છે. (ધર્મની) શરૂઆત ત્યાંથી થાય છે.
પહેલાં એ અખંડ અભેદ ચીજ છે એની ઉપર દૃષ્ટિ પડતાં પર્યાય ને રાગ ગૌણ થતાં શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, તેને સમ્યદૃષ્ટિ કહે છે. આહા...! એ સમ્યક્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યની શક્તિ પ્રગટી હોય છે. (અર્થાતુ) આત્માનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવથી વિરક્ત - વૈરાગ્ય (પ્રગટ્યો છે). વૈરાગ્યની આ વ્યાખ્યા છે.