________________
પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. આ નાનકડી ક્રિયાને અહીં લઘુચિત્ર દ્વારા રજુ કરવામાં આવ્યું છે. આઠ ખંડોમાં લોક વિભકત છે. બે વૃત છે, બહાર મોટો અંદર નાનો. લોકઅંધકાર વચ્ચેનાં વૃતમાં રજુ થયેલ ચિત્ર મારું આપણું આપ સર્વેનું છે, મોટા વૃતની ચોવીસ લાઇનો ચોવીસ તીર્થકરોનાં અનુગ્રહ સ્વરૂપ પ્રકાશનાં કિરણો રૂપે પ્રજ્વલિત થતી જોઇ શકાય છે. ધારાઓ આપણા સુધી પહોંચ્યાં પછી આપણી આજુબાજુનું વાતાવરણ પ્રકાશિત થઇ જાય છે. આ ધવલતા ઉધોતની નિશાની છે. કાલીમાં અંધકારની નિશાની છે. આપણો કેન્દ્ર ભાગ હવે પ્રકાશમાન થઇ રહ્યો છે. એ સંપૂર્ણ મંડળ સ્વરૂપે પ્રકાશિત થઇ રહ્યો છે. ચારે તરફથી પવિત્ર પ્રકાશપુંજ આપણી પવિત્રતાની સાક્ષી દઇ રહ્યો છે. એને ચક્રની રીતે સ્પેકટ્રમની જેમ ફરતો જોતા તમને ખૂબ આનંદ આવશે. તમે એ ભાવના સાથે પોતાનું સ્વતંત્ર ચિત્ર પણ બનાવી શકો છો.
હવે આપણે “ચકવીસ”ની સાથે સબંધિત “પિ”શબ્દની વાત કરીશું. લોગસ્સ ના ચોવીસ જિનેશ્વરો ની સાથે “પિ” દ્વારા જોડાયેલા જિનેશ્વરોના ગૂઢ રહસ્યો છે. એને મેળવીએ. ધ્યાનમાં આ અત્યંત સહેલુ છે, એક પ્રોસેસનાં રૂપે આજે અહીં રજુ થઇરહ્યું છે.
ભરત ક્ષેત્ર અને ઐરવપત ક્ષેત્રમાં ચાર નામશાશ્વત માનવામાં આવે છે. ચોવીસ તીર્થકરોની ઉપરોકત નામ-પ્રતિષ્ઠાનાં સાડા ત્રણ આવર્તનમાં આપણી ચારે તરફ ઉર્જામય વર્તુળ મંડળ બની જાય છે. સાધના સમાપનમાં ફકત નામ જાપ કરવો હોય તો વધેલા ચાર ચક્રોમાં ચાર શાશ્વત તીર્થકરોનાં નામ મૂકી દેવાની ગુરુ પરંપરા પ્રસિધ્ધ છે. એ ચાર નામશાશ્વત હોવાથી હમેંશા રહે છે. ૧. અષભદેવ. ૨. વર્ધમાન. ૩. વારિષણ અને ૪. ચન્દ્રાનન.
આમાં પ્રથમ બે નામ બાષભદેવ અને વર્ધમાન ભરતક્ષેત્રનાં તીર્થકરોનાં નામ છે. ચંન્દ્રાનન અને વારિષેણ આ બે નામો ઐરાવત ક્ષેત્રનાં છે. આ ચોવીસીમાં અજિતનાથ ભગવાનનાં સમયે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં ૧૭૦ તીર્થંકરો થઇ ગયા છે. જ્યારે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જે પાંચ-પાંચ વિભાગ છે. એ દસે ક્ષેત્રોમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં પાંચ વિભાગની બીટીસે વિજ્યાઓમાં જ્યારે તીર્થંકરો થાય છે, ત્યારે ૧૭૦ તીર્થંકરો હોય છે.
32+32+32+32+32+5+5=170
[73 ]