________________
આલંબન આ શક્તિને વિકાસ અને ગતિમાં સહયોગ આપે છે. આપણે અહીં થી જ ઉર્જ ભરવાની છે. ઉપર લઇ જઇ ખાલી કરવાની છે. જેમ કૂવાનાં તળિયે બાલટી નાખીએ, પાણી ભરી એને દોરડાથી ખેંચી ઉપર લાવી ઘડો ભરીએ અને બાલટી ખાલી થતા પાછી કૂવામાં નાખીએ. બસ આવી જ રીતે મૂળાધારમાં ઉર્જા ભરવામાં આવે છે. ભર્યા પછી સહસ્ત્રાર સુધીનાં પ્રવાસમાં મૂળાધાર સક્રિય રહે છે. ઉપર સુધી. પહોંચાડે છે. અહીં જો ભારવહનની તાકાત ન હોય તો શકિતનું આરોહણ કેવી રીતે સંભવી શકે? ઉપર સહસ્સારનાં ઘડામાં શકિત ઉલેચવામાં આવે છે. અને ત્યાર પછી પાછીશકિત સંપાદનની રીર્ટન જર્નની શરૂઆત થાય છે.
હે પરમાત્મા વૃષભ! અનંત શકિતની વર્ષા કરવાવાળુ તારું નામ સાર્થક છે. મારા અનંત સ્વરૂપને પ્રગટ કરવા માટે આપણી અનંત શકિતની વૃષ્ટિ કરી આપે મારા પર પરમ અનુગ્રહ કર્યો છે. આપણા નામ સ્મરણમાં હમેંશ લીન રહી મારા બધા કર્મો ક્ષય થઇ જાય એવી મારી ઇચ્છા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય રૂપ અનંત ચતુષ્ટય તે મારી અનંત શકિતનાં ઉદ્ગમ સ્ત્રોતને પ્રગટ કરે. એવી ભાવના સાથે આ ઉસભં નામ મંત્રની પ્રતિષ્ઠા કરવાની છે.
(૨) અજિ:- બીજા ભગવાનનું નામ અજિત છે. આ મંત્રનું સ્થાન સ્વાધિષ્ઠાન છે. સ્વાધિષ્ઠાન અર્થાત પોતાને રહેવાનું અધિષ્ઠાન. અહી આત્માનાં આઠ રોચક પ્રદેશો રહે છે. આ આપણી અવેદી અવસ્થાનું પ્રતિષ્ઠાન છે. આપણું નિજ સ્વરૂપ અવેદી છે. વેદાતીત હોવા છતાં અનાદિકાળથી એ વેદમય થતું રહ્યું છે. સ્વાધિષ્ઠાન પાસે જ આપણું વેદસ્થાન છે. આપણી વેદ અવસ્થાનું કેન્દ્રસ્થાન અવેદીનું વેદસ્થાન છે. અંદર અવેદીમાં વેદનું અજ્ઞાન છે. વેદની ભ્રમણામાં આપણે કાયમ પરાજિત થતાં રહ્યાં પણ હવે આપણને મળ્યા છે અજિત. એની સાથે કરીએ પ્રીત, તો કાયમ થશે જીત. પરમાત્મા અવેદી છે. તેઓ સ્ત્રી વેદાદિ વેદનું વેદન નથી કરતાં પણ અનંતનું વેદન અવશ્ય કરે છે. આત્મા અંનત જ્ઞાન દર્શન આદિ અનેક ઐશ્વર્યથી સંપન્ન છે એ અનંતનું પરમાત્મા વેદન કરે છે. આનંદઘનજી એ કહ્યું છે.
આતમ અનુભવ રસ કે રસિયા, ઉનકો કહો વિરતંત..! અવેદી વેદન કરે, વેદન કરે અનંત..........
(૩) સંભવઃ- સંભવને પ્રાપ્ત કરવા સંભવ છે. અસંભવ નથી. સંભવનો અર્થ થાય છે પ્રગટ થવું. જનમવું, સંભવ થવું. સંભવ નામ મંત્રનું સ્થાન નાભિનાં મણિપુર ચક્રમાં છે. જન્મદાતા માતાની સાથે આપણે અહીંથી જોડાયેલા હતાં. હવે આજે આ સ્થાનથી જ પરમાત્મા સાથે જોડાવાનું છે. અવેદી માતા બનીને નામ મંત્રને જન્મ આપવાનો છે. અંતઃકરણનાં ગર્ભસ્થાનમાં એમને પ્રગટ કરવાનાં છે. આપણે કર્મમળથી ખરડાયેલા છીએ, દુર્ગધિત થયેલા છીએ. આપણા પોતાના પ્રયત્નોથી મુકત થવું આપણા માટે અસંભવ છે. આપણને મુકત કરવા એમના માટે સંભવ છે.
[62]