________________
૪.સ્વવિલય માં નિજાલય
અનામ ને નામમય પ્રણામ, અનામને નામ થી પ્રણામ. નામ ને અનામમય પ્રણામ, નામ ને નામ થી પ્રણામ,
નામ તો અનામની ઓળખાણ છે,
ઓળખાણ પછીનામપણ ભગવાન છે. નામ તો જીવનનો પર્યાય છે. પર્યાયનો અધ્યાય છે. સ્વયંનો સ્વાધ્યાય છે. આમ તો આપણે ઘણા નામો લઇએ છીએ અને નામને નામથી જ ઓળખીએ છીએ. નામ ક્યારેક જાન પણ હોય છે તો નામ ક્યારેક ખુદ ભગવાન પણ હોય છે. નામ પરમાત્માનો અક્ષરદેહ છે. એટલે જ તો અનામી ભગવાન સ્વયં નામમાં પ્રગટ થાય. છે. નામ અનામી ભગવાનને ઓળખવાની શુધ્ધ પર્યાય છે. અગર આ અનામ નામમાં ન બંધાત તો સ્મરણ કેવી રીતે કરી શકાત? એ બંધાણો નહીં તો આપણે તેને બાંધ્યો. આપણે કેવી રીતે બાંધત એ અબંધ ને? પરમ નિગ્રંથ નિબંધને? પોતાના જન્મો જન્મનાં બંધનથી મુકત થનારાને? આપણને બંધનોમાંથી મુકત કરનારા એ નામને, નામવાળા અનામને આપણા નામનાં હજારો વંદન, આત્મ સ્વરૂપ અનામને અભિનંદન.
હે પ્રભુ! અમે તમને બાંધ્યા છે શબ્દોમાં, શબ્દોમાં ભરી છે ચેતના, ચેતનામાં ભાવ, ભાવમાં ગુરુ ગૌતમનો પ્રભાવ, વહે સ્ત્રાવ જે બળ્યું સ્તોત્ર. શ્રધ્ધાથી ઓત પ્રોત. નામ છે ચતુર્વિશતિ, ટાળે છે ચારે ગતિ, આપે છે પરમ ગતિ, હે પ્રભુ! મારી સ્વીકારી ભકિત. મને દે તું શકિત. કેમકે મને તારી જ પ્રીતિ. મને આપ આ અસાર સંસારથી મુકિત, તારાનામાનુસાર ગુણોવાળા ભાવમાં અમારી મુકિતનો આવિર્ભાવ છે.
(૧) ઉસભ - પ્રથમ નામ મંત્ર છે ઉસભં, એનો અર્થ છે પરમપદની ગતિ. ઉસભં મંત્રનાં લોકભાષામાં વૃષભ અને બાષભ એમ બે શબ્દો બને છે. વૃષભમાં વૃષધાતુ વસ્તુ સીંચવા, વરસવા, વહેવડાવવાનાં અર્થે ઉપયોગ કરાય છે. બાષધાતુ વહેવા અને પહોંચવાનાં અર્થે વપરાય છે. વૃષ અને ઋષ આ બન્ને ધાતુઓની આગળ અભૂ પ્રત્યય લગાડવાથી વૃષભ શબ્દ બને છે. આ જ શબ્દ નામ મંત્રમાં ઉસભં બની ગયો છે. નામ મંત્ર શબ્દનાં અર્થનું ગૌરવ બરાબર સાચવે છે. શબ્દોનાં બન્ને સ્વરૂપનાં અર્થમાં આ મંત્ર સફળ અને સાર્થક રહ્યો છે. આ નામ મંત્ર જ્યારે ચક્રોમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે તેનું સ્થાન મૂળાધાર ચક્ર હોય છે. પ્રથમ ચક્ર મૂળાધાર ઉર્જા શકિતનો અને કરોડરજ્જુનો મૂળ આધાર છે. આ ચક્ર શકિતનો ભંડાર છે. મંત્રનું
[61]