________________
પ્રથમ ગાથા મૂળાધાર ચક્રમાં-“લોગસ્સ ઉજ્જોયગરેથી
ચઉવીસંપિ કેવલી” સુધી બીજી ગાથા સ્વાધિષ્ઠાન ચક્રમાં -“ઉસભ”..થી લઇ“ચંદuહં વંદે”. સુધી. ત્રીજી ગાથા મણિપૂર ચક્રમાં –“સુવિહિંચ” થી “સંતિ ચાવંદામિ”. સુધી. ચોથી ગાથા અનાહત ચક્રમાં-“કુંથું અર”.થી “વફ્ટમાણે ચ”. સુધી. પાંચમી ગાયા વિશુધ્ધિ ચક્રમાં -“એવંમએ અભિયુઆથી“મેપસીયંતુ” સુધી. છઠ્ઠી ગાથા આજ્ઞા ચક્રમાં-“કિત્તિય વંદિય મહિઆ”..થી.
સમાવિરમુત્તમંદિતુ”. સુધી. સાતમી ગાથા સહસ્ત્રાર ચક્રમાં-“ચંદે સુનિમલયરા”. થી.
- “સિધ્ધ સિધ્ધિ મમ દિસંતુ” સુધી. આવો વધારે સમજવા માટે આપણે આ ચિત્ર જોઇએ.
આમાં તમે જોઇ શકો છો કે લોગસ્સ સૂત્રની શબ્દ યાત્રા તમને મૂળાધારથી ઉપાડી ઉપર આરોહણ. કરાવી, બધાં જ ચક્રોમાં ફેરવી સહસ્ત્રારથી બહાર અનંત બ્રહ્માંડ તરફ લઇ જાય છે. તમે ગભરાતા નહીં. ઉપરથી અવરોહિત થતી પરમ શકિત તમને સ્વસ્થાને પાછા લાવશે.
શરૂઆતમાં આ પ્રયોગ તમારે સાત દિવસ સુધી રોજ ચાર વાર જરૂરથી કરવાનો છે. અગર ચક્રો તમારી પકડમાં ન આવે તો તેની તમે ચિંતા ન કરો. એ તો ઉર્જાને ચઢવાના પગથીયા છે. તમે ફકત ચાલતા રહો. બસ તમારુ ચાલવું એજ મારે માટે સાથ સહકાર છે. ઉર્જા પોતાના સ્થાનને પોતે જ ગોતી લેશે.
- જ્ઞાની પુરુષો જે તથ્યોનાં ગૂઢ રહસ્યો આપણને બતાવી ગયા છે તે જાણી લેવા અત્યંત જરૂરી છે. પરમ બ્રહ્માંડથી પરમ સ્રોત નિરંતર વહેતો જ રહે છે. એ સ્ત્રોત આપણે ભેગો નથી કરી. શકતા તેથી આપણું પાત્ર ખાલી રહે છે.
[54]