________________
આપણે જેની પહેલાં ચર્ચા કરી છે એ સાત ચક્રો આમાં છે. આઠમો બ્રહ્માંડીયા ફોર્સ છે જે અંદર પ્રવેશ કરે છે. નવમો પરમાત્મા તરફથી મળતો અનુગ્રહ ફોર્સ છે. અને દશમો ધરતી સાથે આપ લે કરવાનો છે. અહીં આવેલા દશ ચક્રોમાં આંતરિક સર્પકનાં સાત કેન્દ્રો છે, અને બહારનાં સંર્પક માટે ત્રણ કેન્દ્રો છે.
પ્રત્યેક શબ્દો ભાષા વર્ગણા પુગલોનો સમૂહ છે. અક્ષરો અને વ્યંજનો એ નક્કી કરેલા હોય છે. તેના આપસી તાલ મેલથી શબ્દો બને છે. શબ્દોથી ભાષા બને છે, અને ભાષાથી સૃષ્ટિનું સંચાલન થાય છે. પ્રત્યેક શબ્દોનું પોતાનું એક પરિણામ હોય છે. વધારે યુધ્ધો શબ્દોને કારણે જ થયા છે. પ્રેમની પણ ભાષા હોય છે. આ બધી જાણકારી આપણને એ તથ્ય સુધી પહોંચાડે છે કે શબ્દોનું સામંજસ્ય તે વ્યવહાર જગત છે. આજ શબ્દોમાંથી માત્ર સાત શબ્દોની સરગમ બની છે. અને એમાંથી સંગીતશાસ્ત્ર ઉત્પન્ન થયું છે. સંપૂર્ણ સંગીતશાસ્ત્ર માત્ર સાત શબ્દોથી ઉત્પન્ન થયું છે તે માનવીય બ્રહ્મવિધા છે. એમાં માનવીની ચેતનાનાં વિકાસની રૂપરેખા છે. આ લયનું વિજ્ઞાન છે. સંપૂર્ણ જગત લયબધ્ધ છે. સંપૂર્ણ ભારતવર્ષ, હિમાલય પર્વત અને મલય પર્વત લય લીલામાં આબદ્ધ છે. હિમાલય યોગ પ્રધાન પર્વત છે, અને મલય ભોગપ્રધાન પર્વત છે. બન્નેમાં લયબદ્ધતા હોવી જરૂરી છે. લય તૂટે તો પ્રલય થાય છે. જ્યારે સૃષ્ટિનો લય તૂટે છે ત્યારે પ્રકૃતિમાં પ્રલય થાય છે, સાધનામાં લય જોડાય તો આત્માનો પરમાત્મામાં વિલય થાય છે. સાત સ્વરો લય બનાવે છે, અને તેનાથી ઉત્પન્ન થતુ સંગીત પરિણામ પ્રગટાવે છે. મલ્હાર રાગ ગાવાથી વરસીદનું વરસવું અને દીપક રાગ ગાવાથી દીપકોનાં પ્રગટવાની વાત ઇતીહાસમાં છે. ભારત વર્ષની આ મૌલિક સિધ્ધિનું રહસ્ય પણ અભુત છે. સાતેય સ્વરોમાં નિજચેતનાનાં વિકાસનો સ્વર વિધમાન છે, જોવો. સા:- સાગરનું પ્રતીક છે. સંસાર સાગર છે. અનાદી કાળથી આપણે એમાં
ડૂબકીઓ લગાવી રહ્યાં છીએ. જન્મ મરણ કરતાં જ રહીએ છીએ. જ્યારે આપણને કોઇ જ્ઞાની પુરુષનો સાથ સહકાર મળે છે ત્યારે તેઓ હાથ પકડીને એમાથી બહાર લાવે છે. સાગર માંથી જ્યારે બહાર નીકળીએ છે ત્યારે પહેલા જમીન ઉપર પ્રવેશ કરીએ છીએ. અહીં જમીન પર રેતીનો પટ છે. રે- રેતીનું પ્રતિક છે. એટલે બીજો સ્વર રે છે. અહીં જ બરાબર સાવચેતી રાખવાની હોય છે. કેમકે જો આગળ ન ચાલ્યા તો સાગરની ભરતીનું પાણી પાછો આપણો સમાવેશ સાગરમાં કરાવી દેશે. એટલે ભગવાન મહાવીરે સુંદર કહ્યું છે, તિણાહુ સિ અણવ મહં, જિંપુણચિઠ્ઠસિતીરમાગઓ 1 અભિતુર પાર ગમિત્તએ, સમય ગોયમ! મા પમાયએ II
[49]