________________
પ્રયાસ પૂર્ણ કરીને મધ્યલોક સુધી આવ્યા છીએ. શું વિચારી રહ્યાં છો તમે? એવો
ક્યો મહાપ્રયાસ કર્યો, કે જેથી આપણો અર્થો પ્રવાસ પૂર્ણ થયો? આ પરિણામ આપણા મહાપ્રયાસનું નહીં પણ પરમાત્માનાં મહાપ્રસાદનું છે. એક જીવ મુકત થાય, છે, અને આપણી વિકાસ યાત્રાનો પ્રારંભ થાય છે. વિકાસપૂર્વે જે સ્થિતિમાં હોઇએ છે તેને અવ્યવહાર રાશિ કહેવાય છે. આ રાશિમાં ફકત જન્મ-મૃત્યુ થતું જ રહેતું હોય. છે. જીવન વિકસિત કરવાની અહીં કોઇ તક મળતી નથી. વિકાસ યાત્રાનું પ્રથમ સોપાન વ્યવહાર રાશિ છે. એમાં જન્મ થવો એ આપણાં જીવનવિકાસનો પ્રારંભ છે. '
તીર્થંકર પરમાત્માની આપણા પર કરુણા વહે છે. તીર્થકરોની આ કરુણા “સવિ જીવ કરુ શાસન રસિક”ની આ ભાવનામાં બળવાન બની પ્રવાહિત થાય છે. પરિણામે આ કરુણા ને લીધે આપણે નિરંતર આગળ વધતા જ રહીએ છીએ. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ યાત્રા સમ્પન્ન કરી આપણે મધ્યલોકમાં સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીએ છે. અહીંપરમાત્માએ કરુણાની જગ્યાએ આજ્ઞાને સ્થાન આપ્યું. હવે આપણા પ્રયાસ યાત્રાની શરૂઆત થઇ રહી છે. કરુણાનાં ભંડાર હવે આજ્ઞાનો અવસર બની ગયા છે. માતા જેમ બાલ્ય અવસ્થામાં બાળકને ખોળામાં લે છે, દુધ પીવડાવે છે, પણ બાળક જ્યારે મોટું થઇ જાય છે ત્યારે માતા તેને ચલાવે છે, બોટલ વગેરે છોડાવી, હાથે જમતા શીખડાવે છે. આજ્ઞા કરે છે. અંદરનાં પરાક્રમને જાગ્રત કરે છે.
અરિહંત પરમાત્માએ તો આપણને આજ્ઞાકિંત કરીને આત્મનિર્ભર કરી દીધાં, પરંતુ ગુરુ ગૌતમ સ્વામી તો અમારી સ્થિતિ અને સામર્થ્યને જાણતા હતા, એમણે જોયું કે પરિભ્રમણથી થાકી ગયેલાં જીવો કેવી રીતે આગળ વધશે? એટલે એમણે ત્રસનાળનાં મધ્યભાગે લોગસ્સની લીફ્ટ લગાવી દીધી.
સાત ગાથાઓ છે. સાત માળનો પ્રવાસ છે, જેમ ગુણસ્થાન આરોહણમાં સાત શ્રેણી હોય છે એવી જ આ ગાથાઓ છે. સૂર્યનાં સાત રંગોની જેમ પ્રકાશ પાથરે છે. રાતે આકાશગંગામાં ચમકતા સપ્તર્ષિનાં નક્ષત્રની જેમ આ મહાસૂત્ર સર્વે સૂત્રોમાં પોતાનું અદ્ભુત સ્થાન ધરાવે છે. પરમતત્વ સાથે મુલાકાત કરવી હોય તો બે રસ્તા છે. એક તો આપણે તેમને મળવા જઇએ અને બીજો તેઓ આપણને મળવા આવે? આપણે જ તેમની પાસે જવું પડશે. ઉપર ચઢવું પડશે. પ્રવાસ પૂર્વે આપણે તેમને સાદ દેવો પડશે. તેમને આમંત્રણ આપવાનું છે, એટલે આપણે કીર્તન કરશું. આપણે કોઇને બોલાવીએ અને એ જો દૂર હોય તો આપણે ડાબા-જમણા બન્ને હાથનો ખોબો. કરીને બૂમ પાડીએ છે, એમ કરવાથી આપણો અવાજ યોગ્ય દિશામાં યોગ્ય સ્થાને પહોંચે છે. અહીં કીર્તનમાં આપણે આપણાં ડાબા હાથની હથેળી વાળી. તેના ઊપર જમણા હાથની હથેળી મૂકીને નાભિથી થોડી નીચે ગોઠવીને રાખવાની છે. આ મુદ્રામાં રહીને આપણે કીર્તન કરવાનું છે.
[11]