________________
આજ લોકપુરુષનાં નામે કાવ્ય લખી શ્રીમદ્ રાજચંદ્રજી એ બહુજ સુંદર કહ્યું છે કે પ્રથમ, મધ્ય કે અંતે આવેલા કોઇ પણ ભાગને જોવો એ અલોકમાં સંસ્થિત છે. બીજી રીતે જેમ અલોક અમૂર્ત છે તેમ આત્મા પણ અમૂર્ત છે.જેમ અલોકમાં ત્રણે લોક મૂર્ત રૂપે સંસ્થિત છે તેમ અમૂર્ત આત્મા ત્રણેય મૂર્ત લોકમાં પોતાનાં મૂર્તકર્મોનાં અનુસાર ફરતો જ રહે છે. અર્થાત જીવનાં ઉર્ધ્વલોક, મધ્યલોક કે અધોલોકનાં પરિભ્રમણમાં કોઇ તેને મોકલી નથી શકતા, પરંતુ સહુંજીવ પોતાનાં કર્મોનાં આધારે જ જન્મ-મૃત્યુ કરતો રહે છે. સુખ અને દુઃખ પણ જીવ પોતાના જ કર્મ અનુસાર ભોગવતો રહે છે. આજ સમ્પૂર્ણ અભિપ્રાયને શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના લોકપુરુષ કાવ્યમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે.
લોક પુરુષ સંસ્થાને કહ્યો,તેનો ભેદ કાઇ લહ્યો.
પ્રથમ અંત ને મધ્યે એક, લોક રૂપ અલોકે દેખ. શું કરવાથી પોતે દુઃખી ? શું કરવાથી પોતે સુખી ? પોતે શું ક્યાંથી છે આપ તેનો માગો શિઘ્ર જવાબ.
આપણ ને ભ્રમ છે કે બીજા ને લીધે આપણે દુ:ખી છીએ. પરંતુ આપણાં સુખ દુઃખનું કારણ તો આપણે પોતે જ છીએ .
જેમ જીવ પોતાના જ પ્રયાસે સંસાર પરિભ્રમણ કરે છે તેમ સર્વ કર્મોથી મુક્ત થવા માટે પણ જીવનો પોતાનો જ પુરષાર્થ કામ આવે છે.નવા કર્મ-બંધન રોકી પૂર્વેનાં કર્મોનો ક્ષય કરી લોકાગ્ર સુધી પહોંચવાની સફળ યાત્રા કરાવે છે .. “લોગસ્સ સૂત્ર”. ટૂંકમાં નાભિ ક્ષેત્રમાં રહેલા આપણે બાકી રહેલા સાત રજ્જુની યાત્રા માટે આપણને થાકેલા માનતા હોઇએ તો લોગસ્સની સહાયતા લેવી આવશ્યક છે.જેમ ચૌદ માળનાં મકાનમાં સાત માળ ચઢીને થાકી ગયેલા માણસને સાતમે માળે લીફ્ટની જાણ થતાં આનંદ થાય. તેમજ સાત રજ્જુ પાર કરેલા આપણે પણ લોગસ્સની લીફ્ટની જાણ થતાં આનંદ પામીએ તે સ્વાભાવિક છે. “લોગસ્સ” શબ્દથી શરૂ થઇ “સિધ્ધા સિધ્ધિ મમ દિસંતુ” માં પૂર્ણ વિરામ પામતું લોગસ્સ સૂત્ર સાત ગાથાઓ દ્વારા સાત રજ્જુની યાત્રા પૂર્ણ કરાવી સિધ્ધ સ્થિતિનો અનુભવ કરાવેછે.
આવીરીતે ક્ષેત્ર પ્રમાણની દ્રષ્ટિએ ઉર્ધ્વલોક, મધ્યલોક કરતા સાત રજ્જુથી થોડો ઓછો છે. અને અોલોક સાતરજ્જુથી થોડો વધારે છે. આપણે એક બહુમોટો
[10]