________________
સામંજસ્ય સ્થાપિત કરે છે.
(૨) આસિત મુદ્રા :- આ મુદ્રામાં સીધા જમીન ઉપર આસાન તથા પટ્ટાસન પર બેસવાનું હોય છે. બેસવા માટે પદ્માસન, અર્ધપદ્માસન અથવા સુખાસન એમ કોઇ પણ એક કરી શકાય છે. કરોડ રજ્જુ સીધુ, સરળ અને સ્વાભાવિક રહેવું જોઇએ. કમરનું પુરું વજન બેઠકમાં નિતંબ પર સંતુલિત રહેવું જોઇએ. બેઠકનાં આ હિસ્સામાં જ્ઞાનેન્દ્રિયની બહુ જ ઓછી નાડીઓ હોવાને લીધે સમતોલપણાની બહુ ખબર નથી પડતી. આવી સ્થિતિમાં પગનાં કોઇ પણ ભાગમાં વજન વધી જવાથી ધ્રુજારી અથવા ખાલીપણાની અનુભૂતિ થાય છે. જે બેઠકમાં સંતુલન રહ્યું હોય તો લાંબા સમય સુધી કોઇપણ અવરોધ વગર વધારે લાંબો સમય સુધી બેસી શકાય છે.
(૩) શયિત મુદ્રા:- આ મુદ્રામાં સાધકપાથરણું પાથરી અથવા પાટા પર સીધો સૂઇ જાય છે. આખાયે શરીરને શિથિલ અને નિશ્ચલ રાખે. આ મુદ્રામાં બન્ને પગ અને બન્ને હાય એક બીજા શરીરથી અલગ રહેવાં જોઇએ. જે સાધક સીધો નથી સૂઇ શકતો એ ડાબે કે જમણે કોઇ એક પડખે સૂઇ શકે છે. આને એક પાર્થ શયના કહેવામાં આવે છે. આમાં એક પગને વાળી બીજો પગ એની ઉપર લંબાવી અને બન્ને હાથ મસ્તક તરફ લંબાવી શિથિલીકરણ કરવામાં આવે છે.
વત્સ! કાયોત્સર્ગનું આ વિધાન પંચમ આરાનાં ભાવી સાધકોને માટે આત્મોત્થાન, આત્મશાંતિ, આત્મશુદ્ધિ, ચિત્તશુધ્ધિ અને કર્મક્ષય માટેનું પરમધ્યેય બનીને રહેશે. લોગસ્સ સૂત્ર આલંબન યોગ રૂપે પૂરે પૂરો સહકાર આપશે. આ યાત્રા “લોગસ્સ ઉજ્જોરાગરે” શબ્દ દ્વારા આપણે જે લોકમાં છે ત્યાંથી શરૂ થઇ આપણને “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” દ્વારા મોક્ષ સુધી પહોંચાડે છે. વર્તમાનમાં આપણી સિદ્ધાવસ્થા જે અપ્રગટ છે છતાં તેના પણ આવરણોને ખોલે છે. અનુભૂતિ દ્વારા આનંદની અભિવ્યકિત કરાવે છે. આત્મદર્શન અને પરમાત્મ દર્શનની પૂર્ણ આનંદિત અવસ્થામાં “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” શબ્દ દ્વારા ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા થાય છે. આ એકતામાં સાધકનું પૂરે પૂરુ સમર્પણ હોય છે. તે પૂરેપૂરો આનંદ પ્રાપ્ત કરી શકે છે. લોગસ્સનાં પૂર્ણવિરામ સાથે સાધકનો સંસારવિરામ થાય છે. આવી સિદ્ધાવસ્થાને હું, તમે અને આપણે સહુ બહુજ જલદી મેળવી શકીએ એવી શુભ કામના સાથે..!..!.!..!
33 શાંતિ શાંતિ શાંતિ
[206]