________________
૫. સાંવત્સરિક – કાયોત્સર્ગ
આ કાયોત્સર્ગમાં ચતુર્વિશ સ્તવનું ધ્યાન કરવામાં આવે છે. એના સાત શ્લોક અને અઠયાવીશ ચરણ છે. એક ઉચ્છવાસમાં એક ચરણનું ધ્યાન કરવામાં આવે છે. કાયોત્સર્ગ કાળમાં સાતમાં શ્લોકનાં પ્રથમ ચરણ “ચંદેશનિમ્મલયરા” સુધી ધ્યાન કરવામાં આવે છે. આ પ્રકારે ચતુર્વિશાસ્તવનું ધ્યાન પચ્ચીસ ઉચ્છવાસોમાં સમાવિષ્ઠ થાય છે.
પ્રયોજનની દ્રષ્ટિએ કાયોત્સર્ગબે પ્રકારનાં હોય છે. (૧) ચેષ્ટાકાયોત્સર્ગ:- જે અતિચાર શુધ્ધિ માટે કરવામાં આવે છે.
(૨) અભિનવ કાયોત્સર્ગ :- વિશેષ વિશુધ્ધિ અથવા પ્રાપ્ત કષ્ટોને સહન કરવા માટે જે કરવામાં આવે છે.
ચેષ્ટા કાયોત્સર્ગનો કાળ ઉચ્છવાસ પર આધારિત છે. જુદા જુદા પ્રયોજનોથી એ આઠ, પચ્ચીસ, સત્યાવીસ, ત્રણસો, પાચસો અને એક હજાર આઠ ઉચ્છવાસ સુધી કરવામાં આવે છે.
અભિનવ કાયોત્સર્ગનો સમય જધન્ય અન્તર્મહંત અને ઉત્કૃષ્ટ એક વર્ષનો છે. બાહુબલિએ એક વર્ષનો કાયોત્સર્ગ કરેલો.
અવસ્થાની દ્રષ્ટિએ કાયોત્સર્ગ ત્રણ પ્રકારના છે.(૧) ઉભા રહીને.(૨) બેસીને.(3) સૂઇને (સૂતા સૂતા). મુદ્રા પ્રકરણમાં આને ઉત્થિત મુદ્રા, આસિત મુદ્રા અને શયિત મુદ્રા કહેવામાં આવે છે.
(૧) ઉસ્થિત મુદ્રા - અર્થાત ઉભા રહીને આ મુદ્રામાં ઉર્થસ્થાન યોગની વિધિ બતાવવા કહ્યું છે કે કાયોત્સર્ગ કરવાવાળાએ બન્ને હાથો સીધા રાખી, સમપાદ અર્થાત્ બન્ને પગો સીધા સમશ્રેણીમાં રાખવા. આમાં બન્ને પગ પર શરીરનું વજન સમતોલ રહેવું જોઇએ. બન્ને પગ વચ્ચે ચાર આંગળની જગ્યા રહેવી જોઇએ. શરીરનો કોઇપણ ભાગ આમાં ચલાયમાન ન થવો જોઇએ.
વિષમ સ્થિતિમાં ઉભા રહીને આપણા શરીરે ખૂબ વધારે કામ કરવું પડે છે. કેમકે ઉભા રહેતી વખતે આખા શરીરનું વજન આપણા બન્ને પગ અને એની વચ્ચે આવેલા ગુરુત્વાકર્ષણ બિંદુ સાથે સંતુલિત થઇ જાય છે, ગુરુત્વાકર્ષણ બિંદુ ઘડીયાલનાં લોલકની જેમ ડોલતું રહે છે. આ મુદ્રામાં અર્થિંગ, ગુરુત્વાકર્ષણ અને મસ્તકનું સંતુલન સમત્વ સ્થાપિત કરે છે. પ્રાણ ઉર્જા પણ નીચેથી ઉપર સુધી સમશ્રેણીમાં ફરવા લાગે છે. નાડિયોનાં આધારે આ પ્રાણ ઉર્જા જ્યારે જ્યારે સ્થાનોમાં અટકીને આદાન-પ્રદાન, સંવર્ધન, આરોહણ અને અવરોહણ કરે છે એ સ્થાનોને ચક્ર નામ આપવામાં આવે છે. પ્રાણ ઉર્જા અને ચક્ર સ્થાનનાં સંતુલનમાં મંત્રાક્ષર અને એનો ધ્વનિ અને એનાથી ઉત્પન્ન થતો આકાર સહયોગ આપે છે. ઉભા રહીને કરવામાં આવતા લોગસ્સ યુકત કાયોત્સર્ગમાં આ વિધિ અભૂતપૂર્વ
[ 205 ]