________________
તરફ લોગસ્સ આરાધિકાના સ્વરૂપે જોઇ ભગવન્ત ખજાનો ખોલી નાખ્યો. અને કહ્યું આ એક અનુપમ ચીજ તને આપું છું કે તને અન્યત્ર ક્યાંય પણ મળવી દુર્લભ છે. આની સાધના કરજે અને આના રહસ્યોને ખોલજે.
આટલું કહીને ભગવંતે તેમને ૨૪ અનાહત યંત્રની એક અનાહતપ્રત દેખાડી અને સંશોધન તથા સાધના માટે અર્પિત કરી જે આ ગ્રંથનું નવીન પ્રકરણ છે.
આનું સંપાદનનુ કામ અને નામ બન્ને મને મળે છે. પરંતુ આમાં અનેક લોકોનું યોગદાન છે. વાલકેશ્વરમાં થયેલા પ્રવચનોની મુખ્ય નોંધ મને મારી વ્હાલી નાની ગુરુ બહેન સાધ્વી સહજ સાધના પાસેથી મળી છે. જે આજે લોગસ્સ સૂત્ર પ્રણમામિ નિત્ય ની ધૂન લગાડી અનેકો આત્માઓ ને સાધનામાં જોડી રહી છે. બીજી કેટલીક વિગત બીના ગાંધી અને દેવયાની બહેન પાસેથી મળી. તો પણ ઓછપ લાગતી હતી. જમ્મુ સમુદાય સાથે આવેલા ચંદન બહેન પોતાનું અંતઃકરણ ખોલીને એ અધૂરપ પૂર્ણ કરી. એમણે કેટલુંક ધ્વનિબધ્ધ અને કેટલુંક સ્વલિખીત પણ આપ્યું છે. શિરોતાજ પરમ ઉપકારી સાધ્વી માતા ! શ્રુતાચાર્યા સાધ્વી ડે.મુકિતપ્રભાજી ત્યાં બિરાજમાન હતાં. તેઓ પણ એમને સાધના અને લખવાની પ્રેરણા આપતા રહ્યાં. આબુપર્વત એક રીતે દિવ્યાજી માટે લોગસ્સનું સ્મૃતિકેન્દ્ર બની રહ્યું.
શ્રીમાન ઉમરાવમલજી ચોરડિયાનાં સુપુત્ર શ્રી શાંતિકુમાર ચોરડિયાએ || ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવી સંશોધન માટે પૂરેપૂરો સહકાર આપ્યો છે.
કેટલુંક અપ્રાપ્ત સાહિત્ય મુંબઇ યુનિવર્સીટીનાં વિશાળ ભંડાર માંથી લાવી $ દેવાનું કાર્ય સંસારી ભાઇ કિશોરે કરી આપ્યું. આ રીતે અનેકોનાં સાથ સહકાર | દ્વારા આ શોધ પરમાત્માનાં ચરણોમાં ખોવાઇ જવા માટે આશીર્વાદ રૂપ, પરમતત્વ સાથે વાતો કરવા માટે સંવાદ રૂપ અને મુક્તિ પામવા માટે પ્રસાદ રૂપ બનો. એજ મંગળ અભ્યર્થના. આ પુસ્તક વાચક વર્ગ ખૂબ ઉંડાણથી વાંચે અને સાધનામાં | આગળ વધે એજ મંગળ પ્રાર્થના.
સાધ્વી અનુપમા.