________________
રીતે ઓળખી? તે જ વખતે તેને કથા યાદ આવી અને ઇતિહાસની પુનરાવૃતિ થઇ કે ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે આવી રીતે બોલાવ્યા હતાં.
ગુરુ શિષ્યની ઓળખાણ આ રીતે જ થાય છે. અપરિચિત છતાં ચિરપરિચિત બાળિકા ગુરુ ચરણોમાં વારી ગઇ. થોડીવાર પછી ગુરુણી શ્રી ના કરાગ્રો પર ફરતી આંગળીઓ ને જોઇ બાલિકાએ પૂછયું..! તમે આ શું ગણો છો?
સામેથી ઉત્તર મળ્યો લોગસ્સ.....! બાલિકાએ ફરી પૂછયું નવકાર મંત્ર તો હાથ ઉપર ગણી શકાય છે પણ આવડો મોટો લોગસ્સ કેવી રીતે ગણી શકાય? ગુરણી શ્રીએ કહ્યું એ જ રીતે જેમ નવકાર ગણી શકાય છે. ગુરુદેવે બાળિકાને પૂછયુંશું તને લોગસ્સ આવડે છે?
હા! કહેતા જ બાળિકા પોપટની જેમ લોગસ્સ બોલવા લાગી. | બાળિકાનાં મોઢામાંથી આ પ્રકારે લોગસ્સ સાંભળતા જ ગુરુજી અને ગુરુણી બન્ને હસી પડયાં.
ગુરુદેવે પૂછયુંઃ આ લોગસ્સ તને કોણે શીખવ્યો? બાળિકાએ કહ્યુંઃ પિતાશ્રી ચિમનભાઇએ. ગુરુદેવે પાછુ પૂછયું: કેટલીવાર લોગસ્સ બોલે છે? ---- બાલિકા કહે : ગુરુદેવ બાર વાર બોલીને કાઉસ્સગ કરું છું.
બસ પછી આગળ ગુરુદેવે જે કંઇ પણ આપ્યું તે ગ્રંથાકારે આજે રજુ થઇ રહ્યું છે.
સમયની સાથે બાળિકા ભારતી તે સાધ્વી દિવ્યપ્રભાજી બન્યાં અને ગુરુદેવે બીજી કેટલીક ગૂઢ સાધનાઓ બહેનને કરાવી. કરાવવાવાળાએ કરાવી, કરવાવાળાએ કરી પણ હા! એ સાધનાનું સફળ રહસ્ય તો પુસ્તક સ્વરૂપે આજે રજુથઇ રહ્યું છે.
સોનામાં જાણે સુહાગ. આપણાં અહોભાગ્ય ઇ.સ. ૧૯૮૨ની સાલ એજ અહમદનગરની ધરતી. પાત્રો બદલાયા હતાં, પણ પાત્રતા તો એ જ હતી. નાસિકરોડનું સફળ ચાતુર્માસ પૂર્ણ કરીને વાત્સલ્યમૂર્તિ પૂ. માણેકકુંવરજી મહાસતીજી પોતાના ૧૧ સાધ્વીઓનાં સમુદાયને લઇ ને અહમદનગર પધાર્યા. સાથે અમારી પ્યારી બહેન અરિહંતપ્રિયા સાધ્વી ર્ડો.દિવ્યપ્રભાજીની આચાર્ય ભગવંત સાથે રોજ સાધના ની ગંભીર વાતો ચાલતી હતી, સાધ્વીજીને શક્રસ્તવ