________________
સૂક્તિઓ છે. અંતઃકરણમાં પવિત્ર પુરુષોનાં પાવન ઉર્જાસ્રોતની આકર્ષણ વિધિઓ હોય છે. અન્તર્યામીની મહાયાદમાં ઉદાસ તીર્થંકરનું સિંહાસન વિસરાલ છે. સાનિધ્યનું અંતરાલ છે. તીર્થંકર વિરહનો કાળ છે. કાળ ચક્રની આ કેવી માયા જાળ
છે?
સુધર્મા સભામાં પ્રવેશ કરતાં જ એમણે જોયું એક મૌન સન્નાટો. એકલતા છવાયેલી છે. ચૂપકીદી પયરાયેલી છે. પટ્ટાસન છે પણ અત્યારે ખાલી છે. એમ લાગી રહ્યું છે કે કોઇને બિરાજમાન કરવાની રાહ જોઇ રહ્યું છે. શોક મગ્ન ચતુર્વિધ સંઘ કોઇ યોજના બનાવી રહ્યું છે. એક પાટા પર સાત હાયની ઉંચાઇવાળા આકાર પ્રકારથી સમચોરસ, સંસ્થાનવાળા, વજ્રૠષભનારાય સંહનનથી સુગઠિત, તેજોમય લાલિમાયુક્ત, અતુલ બળ, અત્મ્ય ઉત્સાહ, અટલ ધૈર્ય, અથાહ ગાંભીર્ય, અક્ષોમ્ય ક્ષમાનાં આગાર, શાંતિનાં સાગર ભગવાન મહાવીરસ્વામીનાં સર્વસત્તાસમ્પન્ન શિષ્ય સુધર્માસ્વામી બિરાજ માન છે. સૂના શાસનનાં આપ કર્ણધાર છો. એમ જાણવા છતાં એ સંઘ નેતૃત્વને સ્વીકારતા નથી. તેઓ ઇન્દ્રભૂતિ ગૌતમની રાહ જોઇ રહ્યાં છે. લોક પરલોકનાં તારક, પ્રજાપાલક, શાસન રક્ષક ગૌતમસ્વામી અવશ્ય આવશે. શાસનની સત્તા સંભાળશે. યુગનું નેતૃત્વ કરશે. સંઘમાં જાગૃતિ લાવશે. મને આશ્વાસન આપશે. વાત્સલ્યનું અનુદાન આપશે. એમના મનમાં આશાનું એક કિરણ પ્રગટ થયું. એમના મનમાં એક વિચાર આવ્યો કે ભગવત્ સત્તાનું આ ખાલીપણુ વિશ્વની આ મહાન વિભૂતિ પરમાત્માનાં પ્રથમ પટ્ટધર ગૌતમસ્વામી દ્વારા દૂર કરી શકાય તેમ છે. અંધકારમાં પાછો પ્રકાશ થઇ શકે છે. તીર્થંકર રૂપી સૂર્ય તો નહીં ઉગી શકે પરંતુ ગણધર ગૌતમસ્વામીનાં આત્મ જ્ઞાનની જ્યોતથી દિપક તો પ્રગટી શકે છે ને ? એટલામાં દેવયુગલે પ્રવેશ કરતાની સાથે જ વાસ્તવિકતાને જાણી લીધી. સીધા સ્વધર્મમાં સંલીન સુધર્મા સ્વામી પાસે પહોંચી એમણે આ પ્રકારે જયનાદ કર્યો નિર્વાણ પ્રાપ્ત ભગવાન મહાવીરની જય હો, કેવ પ્રાપ્ત ગૌતમસ્વામીની જય હો, શાસન નાયક સુધર્માસ્વામીની જય હો. સુધર્મા સ્વામીનાં મન મગજને આ શબ્દો એ ઢંઢોળી મૂક્યાં. ચેતના જાગી ગઇ. કલ્પના ભાગી ગઇ. એમણે જાણી લીધું કે ભગવાન મહાવીરનાં જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ અહર્નિશ, અપ્રતીમ સેવાભાવી, પ્રબુધ્ધ અને પ્રજ્ઞાશીલ ભગવાન મહાવીરનાં ધર્મ સંઘનાં અધિનાયક ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીને ભગવાનનાં નિર્વાણ પછી કેટલીક ક્ષણો બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત થઇ ગયું છે. તેઓ જનમાનસનાં પરમ ઉપકારી બની ગયા છે. એટલે ભગવાન મહાવીરના ઉત્તરાધિકારી ન બની શકે. કારણ કે તેઓ સ્વયં આત્મજ્ઞાનના પૂર્ણ અધિકારી બની ચૂક્યાં છે.
સુધર્માસ્વામી સ્વયં આસન પરથી ઉઠીને ઉભા થઇ ગયા. ચતુર્વિધ સંઘનું નિવેદન સ્વીકાર્યુ. ગણની અનુજ્ઞાનું દાયિત્વ સ્વીકાર્યુ. શાસન સત્તાને માથે ચઢાવ્યું. દ્વાદશાંગીનીપ્રરુપણાનું ગ્રંથન કર્યુ. આગમ પરિજ્ઞાનું મયંન કર્યુ.
[142]