________________
૮. સિધ્ધાલય માં આત્મલય)
પ્રત્યેક પ્રારંભ એક પૂર્ણની આહુતિ હોય છે. પ્રત્યેક પૂર્ણાહુતિ એક પ્રારંભની અનુભૂતિ પ્રગટ કરતી હોય છે. લોગસ્સ સૂત્રની પૂર્ણાહુતિમાં ગૌતમસ્વામીનાં કેવળજ્ઞાનનો પ્રારંભ હતો. ગૌતમસ્વામીના જ્ઞાનારંભમાં જ્ઞાનાવર્ગીય કર્મોની પૂર્ણાહૂતિ હતી. પ્રારંભથી પૂર્ણતાની યાત્રા આહુતિમાં આહતથી અનાહતની. અનાવૃતિ છે. સૂત્ર પૂર્ણ થઇ રહ્યું છે. મહાવિદેહ ક્ષેત્રનું દેવ યુગલ અંજલિ બનાવી કરસંપુટ સાથે ભરતક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે. જન્મો જન્મનો વિષાદ દૂર કરવાવાળો. આ પ્રસાદ ભરત ક્ષેત્રવાસીઓને હર હમેંશ પ્રસન્નતા આપતો રહેશે. સમાધિનો માર્ગ આમાં જ નિશ્ચિત છે. ક્ષેત્રની અપેક્ષા એ આ શાશ્વત સૂત્ર આગામી ચોવીસી સુધી આલંબન આપતુ રહેશે. “જિ” ના બીજમંત્રમાં એ સંપૂર્ણ સમાઇ ગયેલું છે. ક્ષેત્ર જોઇએ તો ભરત ક્ષેત્ર હોય કે મહાવિદેહ ક્ષેત્ર પરંતુ બીજમંત્ર એક જ છે. “જિણે” આ મંત્રથી જન્મો જન્મનાં સંસ્કારોનું પરિવર્તન થાય છે. સ્વદશાનું જ્ઞાન થાય છે. સ્વસ્થિતિની શોધ થાય છે.
સૂર્યોદય થઇ રહ્યો છે. ભગવાન મહાવીરની યાદ અપાવી રહ્યો છે. મહિનો કારતકનો છે. શુકલ પક્ષ છે. પ્રતિપદાનો દિવસ છે. મહાવીરની ય..ોથી ભરેલો આ દિવસ છે. એક ઐતિહાસિક પુરુષનાં સાનિધ્યને ખોઇ ચૂકેલો આ દિવસ છે. એક સાક્ષી પુરુષનાં સહવાસને ગુમાવી ચૂકેલો આ દિવસ છે. તો પણ ભાવ અંધકારમાં લીન છે. પ્રભુની યાદમાં તલ્લીન છે. વિયોગમાં વિલિન છે. જાગૃત છે તો પણ નિંદ્રામાં તલ્લીન છે. પરમાત્માનાં પવિત્ર દેહ પરમાણુઓની અંતિમ ક્રિયા કરી દેવ સમુદાય પાછો ફરી રહ્યો છે. મધ્યમપાવાનો જન સમુદાય શાસનના નેતૃત્વની પ્રતીક્ષા કરી રહ્યો છે. હવે પ્રજાજનોને જોઇએ છે ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીનું આશ્વાસન અને સુધમાં સ્વામીનું પ્રશાસન. શોકાતુર મધ્યમપાવાના પ્રજાજનો ધર્મ સભામાં પ્રવેશ કરે છે. સુધર્મા સ્વામી પાસે પરમાત્માની આભા અને ધર્મવાણીનાં પ્રભાદાન માટે નિવેદન કરે છે.
એજ સમયે એક દેવયુગલ પ્રવેશ કરે છે. એમના કર સંપુટની આંગળીઓ ની અંગુલીરેખાઓ પર ચોવીસ તીર્થકરોના અસ્તિત્વની આભાઓ હોય છે. સિધ્ધત્વનાં સાક્ષીની પ્રભાઓ પ્રસન્નતાનો પ્રસાદ વહેંચી રહી હોય છે, બન્ને હથેળીઓનાં મધ્યભાગે નિજત્વ સ્વરૂપ ચૈતન્યની સાક્ષીનાં હસ્તાક્ષર હોય છે. હોઠો પર લોગસ્સ નાં શાશ્વત સૂત્રની પંકિતઓ હોય છે. વાણીમાં વર્તમાન ચોવીસીના નામોની
[ 141]