________________
ઉપરનો ભાગ નીચે હોય છે. શકિત સ્ત્રોત નીચેથી લઇ ઉપર ફેલાય જાય છે. અન્ય પ્રાણીઓમાં જેમ કે ગાય, ભેંસ વગેરેમાં કરોડરજુ આડું, બાસું અથવા તો વાકું હોય છે. આ મેરુદંડપ્રાણ ઉર્જાનો ખજાનો છે. વિભિન્ન નાડીઓ દ્વારા આ પ્રાણ ઉર્જા શકિત વહેંચાતી રહે છે. માનવ શરીરમાં ૭૨,૦૦૦ નાડીઓ હોય છે. પરંતુ એમાં અનેક છિદ્રો હોવાથી પ્રાણવાયુ બે ગતિમાં ફરતો રહે છે. એક ગતિમાં સીધો ચાલે છે અને બીજી ગતિમાં છિદ્રો દ્વારા ચારે તરફ ફેલાતો રહે છે. એમાં ૭૨,૦૦૦ નાડીઓ મહત્વ પૂર્ણ છે. જે મૂળાધાર અને સ્વાધિષ્ઠાન પાસે જાળાઓ રૂપે ફેલાયેલી હોય છે. નાભિનાં મણિપુર ચક્રથી સુષુમ્નાનો માર્ગશરૂ થાય છે. એ આજ્ઞા ચક્રમાં સમાપ્ત થાય છે.
આજ્ઞા ચક્રમાં સુષુમ્નાની સાથે બીજી બે નાડીઓ આવી મળે છે. જેને સૂર્યનાડી અને ચંદ્ર નાડી કહે છે. યોગ શાસ્ત્રમાં એને ઇડા અને પીંગળા કહે છે. એમાં ઇડા અર્થાત ચંદ્રનાડી શીતળ અને પીંગળા અર્થાત સૂર્યનાડી ઉષ્ણ, તેજસ્વી અને પ્રકાશિત હોય છે. શરીરમાં આ આવા આકારની હોય છે.
यह पिंगला नाड़ी है
ઘર જુના
यह इड़ा नाडी है यह सुषुम्ना है
આ
=
=
=
= 09ના ર
यह पिंगला नाड़ी है
यह इड़ा नाड़ी है
આ રીતે ઇડા-પીંગળા આપસમાં એક બીજામાં લપેટાઇને ફેલાય છે. સુષુમ્ના ગંભીર રીતે એક જ ગતિમાં સ્વાધિષ્ઠાન થી આજ્ઞા ચક્ર સુધી ચાલે છે. એનું સ્થાન આપણી કરોડરજજુમાં છે. વિશુધ્ધ ચક્રની નજીક આવી એ બે વિભાગમાં વહેંચાઇ જાય છે. અને આજ્ઞા ચક્રમાં જઇ બે પાંખડી વાલા કમળ સ્વરૂપે સ્થિર થઇ જાય છે. આ પાંખડીઓનો આકાર સં અને ક્ષે શબ્દ જેવો હોય છે. ૨૪ તીર્થકરોનાં અનાહત આકૃતિમાં એટલે જ આ મંત્રો આપવામાં આવ્યા છે.
સૃષ્ટિના સૂર્ય ચંદ્ર માણસની અંદર આ નાડીઓ સ્વરૂપે હોય છે. સાધક સાધનામાં આગળ વધે છે ત્યારે તેને અગણિત સૂર્યોનો પ્રકાશ દેખાય છે. પ્રકાશ જે એક સેકંડમાં ૧,૮૬,૨૮૧ માઇલની ગતિથી ચાલે છે. ત્યાં માનવીય સંકલ્પ ૫,૪૫,૯૮૪ માઇલની ગતિથી ચાલે છે. એને જ કારણે મહાપુરુષોનાં આશીર્વાદમાં શકિત હોય છે. ચંદ્રકાંત અને સૂર્યકાંત નામના આ બે મણિઓ આપણા મણિપુર ચક્રના રત્નોનું નામ છે. માનવની અદ્ભુત ક્ષમતા આ ત્રણે નાડીઓ દ્વારા વહેતી હોય છે.સમસ્ત પ્રાણ ઉર્જાનું નિયમન થાય છે. ત્યારે આપણી આજુબાજુ ના વલયો રચાય છે. એક વલય ઉપર નીચે બીજા આજુબાજુ અનેક વર્તુળોમાં ગતિ કરતા આ વલયોને નીચે ચિત્રમાં જોઇ શકાશે.
[ 129]