SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ગોપી આપણી ચિત્તવૃત્તિ છે. મગજમાં સહસ્ત્રદળ કમળ છે. એમાંથી જે અમૃત ઝરે છે તે માખણ છે. સમગ્ર સંસારનું મંથન કરવામાં આવે અને માખણ કાઢવામાં આવે તો એ માત્ર ભગવત સત્તા જ છે. ગોપીઓ કહે છે, અમને એ બધું મળી ચૂક્યું છે. આ ભગવત્ સ્વરૂપ અમૃતની પ્રાપ્તિ કોઇ અમર પ્રેમથી ચાહતું હોય તો અમે એને જ આપી દઇએ, મસ્તકની ગાગરો ભરીને ગોપીઓ ગલ્લીઓમાં ફરી રહી છે. આપણે આપણી ચિત્તવૃર્તિઓને ગોપીઓ બનાવીને મસ્તકની ગાગરમાં ભગવત્ સત્તાનો સાગર ભરવાનો છે. બધાં જ શાસ્ત્રોનું મંથન કરી ગૌતમ સ્વામીએ લોગસ્સ સૂત્ર માખણ રૂપે આપણને આપ્યું છે. કયાંક એમ ન બને કે આપણે મીઠું નાખેલી છાસ પીતા રહીએ. સમુદ્રનું પાણી તો મીઠાવાળું જ હોય છે. સમુદ્ર મંથનમાં ઝેર અને અમૃત બન્ને નીકળેલા. આવો આજે આપણે અમૃતપાન કરીએ અને આપણા સહસ્ત્રદળમાં પ્રભુને પ્રગટ કરીએ. એને જ વધારે સ્પષ્ટ કરવું હોય તો આવો જોઇએ આ પંકિતઓને જે આ ભાવોને સ્પષ્ટ કરે છે. ગગન મંડલ મેંગાય બિયાયી, કાગદ દહી જમાયા છાછી છાછી પંડિતપીની, મેંતો સીધા માખન ખાયા કબીરજી એ અહીંયા ચેતનાને ગાય કહી છે. ગગન મંડળ મસ્તક છે. અહીંગાય વિયાણી છે. સહસ્ત્રાર થી અમૃત રૂપી દૂધ ઝરે છે. દૂધમાં જ્ઞાની પુરુષો મેળવણ નાખી દહીં જમાવે છે. એને વલોવવામાં આવે છે. વિદ્વાન પંડિતો એની ચર્ચાઓ કરી છાસા પીવે છે પણ મારા જેવાઓ તો સીધા માખણ જ ખાઇ જાય છે. છાશ પીવી છે કે માખણ. ખાવું છે. ચાલો આપણે હવે પ્રકૃતીનું મંચન કરવું છે અને માખણ મેળવવું છે. પ્રકૃતિ જે નિસર્ગજનિત છે, એનાથી આપણે પરિચિત છીએ. એટલે હવે આપણે પેલા સ્વનિયોજીત અને પછી સહજ સંચાલિત પ્રકૃતિથી પરિચય કરીએ અને એનો સ્વીકાર કરીએ. | સ્વનિયોજીત પ્રકૃતિ અર્થાત આપણું માનવ જીવન. સૃષ્ટિનાં સંપૂર્ણ અસ્તિત્વજગતમાં માનવની સર્વોચ્ચ સત્તા સ્વીકારવામાં આવે છે. એજ માનવજગતમાં પરમ સત્તા પણ પ્રગટ થાય છે. પ્રત્યેક પ્રાણીનાં શરીરમાં મેરુદંડ હોય છે. એને હિન્દીમાં પૃષ્ઠવંશ, રીઢ અથવા આપણા ગુજરાતીમાં કરોડરજ્જુ કહેવામાં આવે છે. કરોડ અર્થાત્ કરોડ (સંખ્યા), રજ્જુ અર્થાત દોરી(નાડી). જે નાડીઓ કરોડરજ્જુમાંથી નીકળી શરીરનાં અન્ય ભાગોમાં વિસ્તાર પામે છે તે કરોડરજ્જ અર્થાત એક કરોડરજ્જુમાં શરીર સંચાલનનાં અનેક દોરડાઓ લટકી રહ્યાં છે. મેરુ અર્થાત મધ્ય ભાગ દંડની જેમ માનવનાં કરોડરજ્જુની મધ્યમાં ઉભો રહેતો હોવાથી તેને મેરુદંડ કહેવાય છે. આ મેરુદંડ ફકત માણસની જ કરોડરજ્જુમાં ઉભો હોય છે. વૃક્ષોની કરોડરજ્જુ જમીનમાં ઉધી હોય છે. એમાં મેરુદંડ ઉભો જ હોય છે, પરંતુ [128]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy