________________
સં૫] દફીચી
અસ્તિત્વ ની જિગ્નાશા છે અસ્તિત્વનાં હસ્તાક્ષર. દરેક જિગ્નાશાનું સમાધાન હોય છે. પ્રત્યેક નિરાકાર એક આકારમાં બંધ હોય છે! એટલે જે પ્રયાસ થશે તે પણ પ્રથમ તરંગ લાવશે! આકારમાં બંધ અંગ અંગનો રંગ, રંગની તરંગ, તરંગમાં આકાર, આકારનાં પ્રકાર, પ્રકાર પર પ્રહાર! બન્નેનાં સમાહાર જેમાંથી પ્રગટ થશે નિરાકાર,નિરાકારની સરકારને ઝુકાવી દો મસ્તક, જાગી ઉઠશે આત્મસંસ્કાર. આજે આ સૂત્ર જિનેશ્વરોંનો મંત્ર બની, પરમ તત્વનો યંત્ર બની પ્રવચનોનાં સંગ્રહ સ્વરૂપે તમારા હાથમાં આવ્યો છે. પુસ્તક રૂપ આ આકારમાં સમાઇ ગયા એ નિરાકાર.
હાથમાં ભલે લ્યો પુસ્તક પણ હા એક છે શરત. તમારે પ્રવચન નહીં પણ પોતાને જ વાચવા, પોતાને જ સાંભળવા. સ્વમાં રહીને સ્વમાં જ-રમણ કરજો, સ્વને સ્પર્શીને સ્વને જ પ્રેમ કરજો. આ વિચારો પણ એમના જ છે, જેમની ભાવના નાનું જળબિંદુ બની સમાઇ ગઇ“સાગર વર ગંભીરા'' માં . ગંભીરતા પામવી બહુ જ દુર્લભ છે. પણ સદગુરુની જો કરુણા હોય તો અવશ્ય પાર ઉતરાય છે. કોઇ કે કહ્યું પણ છે....
દુર્લભો વિષયત્યાગ, દુર્લભ તત્વદર્શનમ્ । દુર્લભા સહજાવસ્થા, સદગુરો: કરુણાં વિના:
સ્તોત્ર સ્વરૂપે આપણા સ્વાધ્યાયમાં જે નિયમિત વંચાય છે,કાઉસ્સગા સ્વરૂપે જે પળાય છે, પૂજાય છે, ભજાય છે.પ્રાયશ્ચિત સ્વરૂપે જેને સ્વીકારવામાં આવે છે તે લોગસ્સ સૂત્ર અધ્યાત્મનો મોટો ખજાનો છે. તે વિચાર્યુ પણ ન હતું, અને સાંભળ્યું પણ ન હતું. આત્મ વિજ્ઞાનના આવરણોં ને જે ખોલી નાખે અને ભૌતિક વિજ્ઞાનના નિયમોને પોતાનામાં નિયમો સાથે અપનાવી લે, એવું અભુત સામંજસ્ય સ્વરૂપ લોગસ્સ સૂત્ર રજુથઇ રહ્યું છે.
પ્રસ્તુત સંકલન અરિહંતપ્રિયા દિવ્યાજીની આ સૂત્ર પર કરેલી શોધ છે.અમે એને અપનાવી મોજ કરીએ. એમના દ્વારા આપણે એક ગૂઢ રહસ્ય