________________
પદાર્થોનું મૂલ્ય છે. વસ્તુ અને પદાર્થ ગમે તેટલા કિંમતી હોય પણ પરમાત્મા માટે તો બધુ તુચ્છ છે.આવા પરમતત્વ ને આપવાની મજા તો ત્યારે છે, જ્યારે આપણે આપણું જ આપીએ . જે આપણને ગમતું હોય. જે આપણું હોય એ જ આપીએ. હવે વિચારો આપણું શું હોઇ શકે છે? આમ તો આપણે આખી દુનિયાને પોતાની માની લીધી છે. પણ આપણે એ પણ જાણીએ છે કે આમાનું આપણું કાઇ જ નથી. આપણું એજ હોઇ શકે છે જે આપણી સાથે આવે છે. આપણાં ગયા પછી જે અહીં રહી જાય છે એમાનું કાંઇ પણ આપણું ન હોઇ શકે. આપણાપણાની ભાષા અહીં બદલાઇ જાય છે. અનંતકાળ થી કેટલાયે દેહ ધારણ કરીને પણ આપણા આત્માનો એક પણ પ્રદેશ દેહમય નથી બની શક્યો. આત્માએ કોઇ પણ એક પુદ્ગલનો હજી સુધી સ્વીકાર નથી કર્યો. ભાવાનુભૂતિ કે ભ્રમમાં આપણે માની લઇએ છે કે આ બધું આપણું જ છે. જ્યારે આપણે પોતે પદાર્થ વગરના છીએ તો અર્પણ શેનું કરીએ ? એટલે જ લોગસ્સ કોઇ પદાર્યનાં અર્પણની ચર્ચા કે વિધિ નથી. અહીંપોતાના સમર્પણની વાત છે.
મારી પાસે મારું કાંઇ જ નથી. હું મને પોતાને ભેટ ચઢાવું છું. આપણી ચેતના એક સમગ્રતાની ઘટના છે. જેમાં પાછળ કંઇ શેષ રહેતું નથી. પોતાના અર્પણનું પ્રતીક મસ્તક. આપણે એને જ અર્પણ કરી દઇએ છીએ. શરીરમાં સૌથી વધારે વજનદાર છે મસ્તક, તેને પાંચ વાર નમાવવાથી દુનિયાનાં બધાં સંબધો તૂટી જાય છે અને પરમાત્મા સાથે સંબંધ બંધાઇ જાય છે. મસ્તક સાથે જોડાવાનો અર્થ ચેતના સાથે જોડાઇ જવું છે. કેમકે મસ્તક દ્વારા જ આપણી ચેતનાનો મુખ્ય ભાગ ૭૨ હજાર નાડીઓમાં વહી રહ્યો છે. મૂળાધાર ચક્રથી શરૂ થયેલી પ્રાણધારા શક્તિ સ્રોત રૂપે વહેતી કરોડરજ્જુમાં થઇ ને ઉપર ચઢે છે. આ પ્રાણધારાનો છેલ્લો છેડો સહસ્રાર માનવામાં આવે છે. જે મસ્તકમાં સમાઇ જાય છે. મસ્તક અમૃત કુંભ છે. ગભરાતા નહીં, તેઓ માથું લઇ નથી લેતાં પણ એને ભરી દે છે. લોકનું સંપૂર્ણપ્રેમપાત્ર માત્ર એ પરમશક્તિ સ્વરૂપ છે. મસ્તક ઝુક્યું વિઘ્ન અટક્યું.
×
લોગસ્સ બોલ્યા પછી એમ નહીં કહેતા કે પરમાત્મા કંઇ રિસ્પોન્સ નથી દેતા. એ એટલો મોટો રિસ્પોન્સ આપે છે કે બધા પાપ, તાપ, સંતાપનું નિવારણ થઇ જાય છે. એટલા માટે જ અહીં પરમાત્માને વંદનીય નહીં પણ “વંદિય-વંદિત” કહ્યાં છે. ગાથા બે થી ચારમાં એમને વંદનીય ગણી વંદના કરી. હવે તો કહે છે કે મારી વંદણા જેણે સ્વીકારી એ મારા દ્વારા વંદિત તું જ છે. કીર્તન વચનથી થાય છે. વંદન મસ્તક થી થાય છે. અને પૂજન હૃદયથી થાય છે. આજ કાલ વિજ્ઞાન એક વાત કહે છે કે નમસ્કાર અને ભક્તિનાં સમયે મગજમાં એક રાસાયાણિક પરિવર્તન પણ થાય છે. એમનું કહેવું છે કે ભક્તિ કરતી વખતે આપણાં મગજમાં એન્ડોરિફિન નામે એક રસાયણ ઉત્પન્ન થાય છે. આ રસાયણ ભક્તિની ચરમ સીમાએ ઉત્પન્ન થઇ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે મગજમાં ફેલાઇ જાય છે.
[106]