________________
ઓળખાણ કરવાનો પ્રયાસ કર્યો. બોલ તારી મા નું નામ શું છે? બાળકે કહ્યું મા. પટાવીને એને છાનું રાખવા પીપર, ચોકલેટ આપી તો બાળક વધારે જોરથીરડયું. મા મા કરતાં કરતાં એણે બધું ફેંકી દીધું. સજ્જને કહ્યું રડે તો છે પણ કહે તો ખરો તારી મા કેવી છે ? તો હું ગોતું. મેળામાં કેવી રીતે ગોતું તારી મા ને ? ઉંચી છે કે નીચી છે ? કાળી છે કે ગોરીછે?..વગેરેપ્રશ્નો કરવા લાગ્યા. જેમ જેમ પ્રશ્નો વધતાં ગયા તેમ તેમ બાળકનું રુદન વધતું ગયું. મોઢાથી મા મા કરતો હતો. અંદર થી પ્રશ્ન કરનાર ને કહેતો હતો, ગાંડા છો તમે મા તો મા હોય, ગોરી, કાળી, લાંબી, ટુકી એવી એની કોઇ ઓળખાણ નથી હોતી. આવું બધું વર્ણન સ્ત્રીઓ માટે છે મા માટે નથી. મા તો મા હોય છે. બીજી બધી પરિભાષાઓ વ્યાખ્યાઓ તમારા લોકો માટે છે મા ઓળખવાની ભાષા નથીમા તો વાત્સલ્યનીપરિભાષા છે.
પરમાત્મા આપણી માતા છે, જીવન-માતા છે. મેળામાં ખોવાઇ ગયા છીએ. ખોવાણા શું? છૂટા પડી ગયા છીએ. આપણુ અંતઃકરણ નિર્મળ ચિત્ત શુધ્ધિ વાળુ છે, પણ મેળામાં એ મેલુ થઇ ગયું છે. અહીં રાગ દ્વેષ તો બધાં કરી શકે છે પણ નિર્મળતા કોઇ નથીકરીશકતું. બાળકને નિર્મળ તો મા જ કરીશકે. સદગુરુ ને દયા આવે તો આપણને માતાનો મેળાપ કરાવવાની કોશિશ કરે. સંસારમાં તો પરમાત્માની ઓળખ નાત જાત ધર્મ અને સંપ્રદાયથી થઇ જાય છે. પણ એ પરમાત્માનીપરિભાષા ન હોય શકે. પરમાત્માને તો ભાવવાહી ભાષામાં જ બોલાવાય છે. મેળામાં એને કોઇ રસ નથી. બાળક પોકારે અને મા એનો અવાજ ઓળખી લે.
ܗ
આ અવાજ મારા બાળકનો છે. જે બાજુથી એ અવાજ આવતો હોય છે એ બાજુ એ જાય છે, બાળક પાસે પહોંચે છે અને મેલા ઘેલા થઇ ગયેલા એ બાળકને તેડી છાતી સરસુ ચાંપી દે છે. પોકાર સાચો હશે તો પરમાત્મા જાતે પ્રગટ થશે. કેટલાયે પાપી હોઇશું આપણે છતાં તેડીને ગળે લગાડી લેશે. બસ શરત એટલી કે પોકાર ભાવ ભરેલો હોવો જોઇએ. ભક્તિરસથી વહેતો હોવો જોઇએ.
પહેલા થાય છે પોકારની ઓળખાણ પછી એને સ્વીકારે ભગવાન, વંદન કીર્તન થી જુદુ નથી. કીર્તનની સફળતા વંદન છે અને વંદનનુ પરિણામ પૂજન છે. પૂજનનો આપણે જે અર્થ કરીએ છે તે દ્રવ્ય પૂજન છે. પરમાત્મા પદાર્થાતીત પરિણામ છે. પૂજનનો સાચો અર્થ છે અર્પણ, નિજત્વનું સમર્પણ. કીર્તન કરીએ છીએ પરમાત્મા પ્રગટ થાય છે. વંદન કરીએ છીએ નિજત્વ પ્રગટ થાય છે. નિજત્વનું જિનત્વને અર્પણ તે પૂજન છે.-પદાર્થ તો પ્રતીક છે. નિજત્વનું પ્રતીક પદાર્થ કેવી રીતે બની શકે? ક્યો પદાર્થ આત્મ સ્થાન લઇ શકેછે?
ચૈતન્યની અવિરામ આત્મ શ્રુતિ સમર્પણ છે. અહીં સ્વયંને દાવ ઉપર લગાડી દેવાનો છે. કાંઇ જ નથી જોઇતું નો મહામંત્ર અહીં સાધના બની જાય છે. મને તું જ જોઇએ છે એવી ઉપાસના નિરંતર ચાલુ થઇ જાય છે. અહીં મોક્ષની પણ અભિલાષા નથી રહેતી. આવી સ્થિતિમાં એના અસ્તિત્વનો બોધ થાય છે તેને પામવાની શોધ
[102]