________________
૬. સ્વરાલય માં જિનાલય
પ્રકટ ભાવોથી કરવામાં આવેલા નમસ્કાર પ્રણામ છે. પ્રણામ ત્રણ રીતે થાય છે. કીર્તન, વંદન અને પૂજન.
કીર્તનમાં ભક્તિ છે. વંદનમાં અભિવ્યક્તિ છે અને પૂજનમાં શક્તિ છે. કીર્તનમાં નર્તન છે. વંદનમાં વર્તન છે અને પૂજનમાં અર્ચન છે. કીર્તનમાંપોકાર છે. વંદનમાં સત્કાર છે અને પૂજનમાં સ્વીકાર છે.
પોકાર, સત્કાર અને સ્વીકાર એક થાય છે ત્યારે થાય છે સાક્ષાત્કાર. આજે પ્રવચન નહી પોકાર કરીએ, એવો પોકાર કરીએ કે પરમનો સાક્ષાત્કાર થઇ જાય, આ યાત્રાની શરૂઆત લોગસ્સ સૂત્રની છઠ્ઠી ગાથાથી કરીશું. જેને સાક્ષાત્કાર કરવો હોય તેઓ આપ્રયત્નને પ્રેમ પૂર્વક શરૂ કરે.
કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિધ્ધા! આરુગ્ધ બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ
કીર્તન અર્થાત્ ભાવભરેલા પ્રણામ. કીર્તન અર્થાત્ ભક્તિ ભરેલો પોકાર. વારંવાર કરેલો પોકાર કીર્તન કહેવાય છે. કીર્તનમાં સંવાદ નથી હોતો. પ્રત્યુત્તર સ્વીકારનો આમાં કોઇ અવકાશ નથી હોતો, પણ એના અસ્તિત્વનો વિશ્વાસ અવશ્ય હોય છે. આમાં હોય છે રટણ, સ્મરણ અને સમર્પણ. એની ભાષા પ્રેમ છે અને પરિભાષાનિયમ છે. કીર્તનમાં વિયોગ પૂરો થઇ જાય છે અને સંયોગની શરૂઆત થઇ જાય છે. પરમાત્મા છે કે નહીં તે ખબર નથી, અને જો છે તો ક્યાં છે ? એવી ભાષાનો પ્રયોગ અહીં નથી. અહીં તો વિશ્વાસ છે કે એ પરમાત્મા છે પણ દૂર છે. દૂર ભલે હોય પણ હું બોલુ તો અવશ્ય સાંભળે છે. જોઇએ મારા અવાજમાં જોશ. હૃદયમાં હોશ. પોકારવાનો ઉમંગ, ભક્તિનો રંગ અને નિરંતર સત્સંગ.
એક વાર મેળામાં એક બાળક ખોવાઇ ગયું. બાળક જ્યારે ખોવાઇ જાય છે તો · રડવા લાગે છે. ખોવાઇ શું ગયું ફક્ત મા થી છુટૂ પડીગયું. બાળક પણ મેળામાં હતું ને મા પણ મેળામાં હતી. બન્ને હતાં તો મેળામાં પણ તેમનું મિલન હતું જમેલામાં. બન્ને એક બીજાને ગોતે છે. આખા મેળામાં બન્ને ને જોવા માટે ઘણું બધું હતું, પણ બન્ને બીજુ કાંઇ જોતાં ન હતાં. બન્નેની આંખો બસ એક બીજાને ગોતી રહી હતી. ગોતવામાં પોકાર હતો, બન્નેની ભાષા જુદી હતી પણ ભાવ સરખો હતો. બાળકને રોતો જોઇ કોઇકને દયા આવી, બાળકની નજીક જઇ પંપાળ્યુ, સમજાવ્યું પૂછપરછ કરી
[101]