________________
બનીને પ્રગટ થઇ જાય છે.
જિણવરા” , “તિસ્થયરા” શબ્દથી અહંકાર અને તિરસ્કાર વિલીન થતાં જ પ્રસન્નતા પ્રગટે છે. આ પ્રસન્નતાને જ સમ્યકદર્શન કહેવામાં આવે છે. પ્રસન્નતા. આપણું સ્વરૂપ છે. પ્રસન્નતા આપણો સ્વભાવ છે. પ્રસન્નતાએ આપણી વાસ્તવિકતા
જિનવર અને તીર્થંકરની વચ્ચે આપણી પ્રસન્નતાનો સ્ત્રોત છે, પ્રસન્નતા પ્રસાદ છે. જીવન પોતે પરમાત્માનો પ્રસાદ છે. આત્મિક પ્રસન્નતાને જ્ઞાની પુરુષોએ પરમાત્માનું આમંત્રણ કહ્યું છે. આપણે શું પરમાત્માને આમંત્રિત કરશું! પરમાત્મા સ્વયં પોતાના નિર્મળ ચિદાકાશમાં આપણને આમંત્રિત કરે છે. એટલું વિશાળ છે આ ચિદાકાશ જેમાં અનંતો સમાઇ શકે છે. આવી સ્થિતિ જ્યારે આવે છે ત્યારે ભકિત સ્વયં ભગવાન બની જાય છે.
ભગવાનનો જે ભૂતકાળ હતો તે આપણો વર્તમાન છે અને જે ભગવાનનો વર્તમાન છે તે આપણું ભવિષ્ય છે. આ વાતની સાક્ષી છે પ્રસન્નતા.આપણી પ્રસન્નતા ભગવાન આપણને આપતા નથી પણ તે આપણામાં જ પ્રગટ કરે છે. જેમ સૂરજનાં કિરણો નીકળે છે , પ્રભાત થતાં કમળ ખીલી જ જાય છે. સૂરજે જઇને કમળને ખીલવાટ કે પમરાટ આપવો નથી પડતો પણ સૂરજ ઉગે છે આકાશમાં અને કમળ ખીલી જાય છે ધરતી પર તેમ જ પરમાત્મા રૂપી સૂરજ ઉગે છે આત્મામાં અને પ્રસન્નતા. પ્રગટે છે આપણા સહુની ચેતનામાં.
તમે તો વિજ્ઞાન પ્રેમી છો ને એટલે તમારા માટે મનોવિજ્ઞાનમાં એક કાર્ટૂન પિકચર આપવામાં આવ્યું છે. જે અહીં રજૂ કરવામાં આવે છે. આ ચિત્રનાં મુખ્ય અભિપ્રાય એજ છે કે જો પ્રસન્નતાથી વિપરીત આપણે વર્તીએ છીએ તો આપણા મગજની અસર આપણા આંતરડાઓ પર પડે છે. આ ચિત્ર આંતરાડાનું છે. પ્રસન્નતાથી વિરુધ્ધ કેવી કેવી સ્થિતિઓમાં આંતરડાઓ પર કેવી રીતે પ્રતિક્રિયા થાય છે એ આમાં બતાડવામાં આવ્યું છે. પ્રતિક્રિયા પૂર્વે સાવધાન થઇ જાઓ, પ્રસન્ન રહો. આંતરડાઓ પર પાંચ મનોક્રિયાઓની અસર પાંચ વિભાગો પર હોય છે. જુઓ રજૂથયેલું ચિત્ર,
The Abdominal Brain
The small intestine is in charge of digesting emotions as well as food. Different contractions of this intestine correspond to undigested emotions. In Chinese medicine it is called the abdominal brain. All negetive emotions are expressed in the small intestine by contraction and circumvolutions. Anger contracts the
[ 97]