________________
નોંધો પણ ઘણી ઉપયોગી થઇ. ચિત્રો સાથે લખેલી પ્રવચનોની નોંધો જોઇ ને હું ખૂબ જ ભાવવિભોર થઇ ગયો. આ અન્દિતીય આનંદને માણવામાં વાચકવર્ગ ને સરળ થાય તે માટે આ સંકલનને પ્રકાશિત કરવા માટે શ્રુતાચાર્ય સાધ્વી ર્ડો.મુક્તિપ્રભાજીની અનુમતિ માગી અને સંપાદન માટે સાધ્વી ર્ડો.અનુમાજી ને નિવેદન કર્યુ. સાધ્વી સમુદાયે આ કાર્ય પૂર્ણ કરવા સમ્પૂર્ણ સહયોગ આપ્યો એ માટે હુંસાધ્વી સમુદાયનો અત્યંત આભારી છું.
કાર્યને પૂર્ણ સ્વરૂપે પહોચાડવા માટે મ.સ. પાસે લાવવા લઇ જવાની જરૂરી સુધારા-વધારાની હસ્તપ્રતો,ચિત્રો વગેરેની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે પાર પાડનાર શ્રી જયંતિભાઇ પટેલ તથા શ્રી મેહુલભાઇ ધોળકિયા નો પણ હું અત્યંત ૠણી છું. ઉપરાંત નાસિકરોડ સ્થિત શ્રી દિલિપભાઇ સંકલેચાને પણ હું કેમ કરી ને ભૂલી શકું? જેમણે શાનદાર સજાવટ કરી આવરણ પૃષ્ઠ તૈયાર કરી આપ્યું. સાથે રવિ જૈન અને ચિ. અતુલ જૈન નો પણ હું એટલો જ આભારી છું કે તેમણે પુસ્તક સ્વરૂપે આ પ્રસાદ ને વાચકવર્ગ સુધી પહોંચાડવા માટે મુદ્રણ કળાનો અદ્ભૂત પરિશ્રમ કર્યો છે. સાધુ સમાજ તથા લોગસ્સ સૂત્રનાં આરાધકો આ પુસ્તકને વાંચી સાધના સ્વીકારીને આત્મ વિકાસ કરે તેવી મનોકામના.
અંતમાં હું કિશોરભાઇ દોમડિયાનો આભાર માનું છું જેઓ અરિહંત પ્રિયા સાધ્વી ર્ડો.દિવ્યપ્રભાજીનાં નાના ભાઇ છે, તેઓ પોતે લોગસ્સનાં આરાધક છે,તેમણે પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી ગુજરાતી વાચકોને આ નવું નજરાણું ધર્યું. અતિશયોક્તિ ન માનતા અનુભવ કરશો કે આ કૃતિ ગુજરાતી સાહિત્યની સંશોધન અને સાધના બંને માટે ધરોહર સ્વરૂપ છે.
વિશેષમાં હું ધન્યવાદ આપીશ કિશોરભાઈના ધર્મપત્ની આશાબેન અને વાપીવાળા જ્યોત્સ્નાબેનને જેમણે ગુજરાતી પ્રુફફિરરિડંગમાં સહયોગ પ્રસ્તુત કર્યો.
આપનો જ ઉમરાવમલ ચોરડિયા