________________
પંચાસ્તિકાય
अर्हत्सिद्धसाधुषु भक्तिधर्मे या च खलु चेष्टा । अनुगमनमपि गुरूणां प्रशस्तराग इति ब्रुवन्ति ॥१३६।।
વિવેચનઃ અહંત-સિદ્ધ સાધુમાં ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ અને ગુરુ આદિકને અનુસરવું તેને પ્રશસ્તરાગ જ્ઞાનીઓ કહે છે. तिसिदं बुभुक्खिदं वा दुहिदं दठूण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥१३७।। तृषितं बुभुक्षितं वा दुःखितं दृष्ट्वा यस्तु दुःखितमनाः । प्रतिपद्यते तं कृपया तस्यैषा भवत्यनुकम्पा ॥१३७।।
અર્થ : તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ “અનુકંપા.
વિવેચન : પ્રશ્ન-અનુકંપા એટલે શું ? . ખરી અનુકંપા તે કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણદયા અથવા અંતરદયા એ છે. એ મેક્ષનું કારણ છે અને લૌકિક અનુકંપા છે તે પુણ્યનું કારણ છે. कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज । जीवस्स कुणदि खोहं कलुसो ति य तं बुधा वेंति ॥१३८॥ क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य । जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा वदन्ति ।।१३८।।
અર્થ : કેધ, માન, માયા અને લેભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે.
વિવેચન : કષાયના તીવ્ર ઉદયથી ચિત્ત ડહોળાઈ જાય તે ક્ષેભ છે. કષાયરૂપ પવનથી ચિત્તરૂપી દરિયે ખળભળે