________________
પંચાસ્તિકાય
પ૯
છે તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે.
વિવેચન : દેવમાં ભવનવાસી, વ્યંતર, તિષ ને વૈમાનિક એ ચાર મુખ્ય પ્રકાર છે. મનુષ્યના બે અને નારકીને સાત મુખ્ય પ્રકાર છે. એકેન્દ્રિયથી ચેઇદ્રિય સુધી બધા તિર્યંચ છે અને પંચેન્દ્રિય તિર્યંચ પણ ઘણા પ્રકારના છે.
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे च ते वि खलु । पापुणति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ॥११९।। क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु । प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात् ॥११९।।
અર્થ : પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને વેશ્યાના વશથી બીજા દેહમાં જાય છે.
વિવેચન : બાંધેલાં આયુષ પ્રમાણે જીવની ગતિ થાય છે. एदे जीवणिकाया देहप्प विचारमस्सिदा भणिदा। देहविहूणा सिद्धा भव्या संसारिणो अभव्या य ॥१२०॥ एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः । देहविहीनाः सिद्धाः भव्या संसारिणोऽभव्याश्व ॥१२०।।
અર્થ : દેહાશ્રિત જીના સ્વરૂપને એ વિચાર નિરૂપણ કર્યો, તેના “ભવ્ય અને “અભવ્ય એવા બે ભેદ છે. દેહરહિત એવા સિદ્ધભગવતે છે. - વિવેચન : બધા સંસારી જીવ એમ ચાર ગતિમાં ફર્યા કરે છે. તે દેહધારી છે અને સિદ્ધ ભગવાન દેહરહિત છે.
.
.