________________
• ૪૦
પંચાસ્તિકાય
અર્થ ઃ સર્વ સ્કંધનું એલામાં છેલ્લું કારણ પરમાણુ છે. તેમ સત, અશબ્દ, એક, અવિભાગ અને મૂર્ત હોય છે. * વિવેચન કે પરમાણુ છે તે ભાષાવર્ગણાના સ્કંધ થઈને શબ્દના તરંગો ઉત્પન્ન કરે છે. તેથી શબ્દ સંભળાય છે. 'आदेशमत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु । सो णेओ परमाणू परिणामगुणो सयमसद्दो ॥७॥
आदेशमात्रमूर्तः धातुचतुष्कस्य कारणं यस्तु । स ज्ञेयः परमाणुः परिणामगुणः स्वयमशब्दः ॥७८।।
અર્થ : વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા ગ્ય છે તે પરિણામી છે, પિતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે.
વિવેચન : પરમાણુ સ્કંધ થવાથી મૂર્તિ બને છે અને શબ્દનું કારણ બને છે. એકલે હોય ત્યારે ઇંદ્રિયગોચર થત નથી અને અશબ્દ છે. ચાર ધાતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પરમાણુઓ મળવાથી બને છે. सदो खंधप्पभवी खंधो परमाणुसंगसंघादो।। पुट्ठेसु तेसु जायदि सद्दो उप्पादगो णियदो ॥७९॥
शब्दः स्कंधप्रभवः स्कंधः परमाणुसङ्गसंचातः । स्पृष्टेषु तेषु जायते शब्दः उत्पादको नियतः ॥७९।।
અર્થ : સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાઓના મેલાપ, તેને સંઘાત, સમૂહ તેનું નામ “કંધ. તે સ્કંધ પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને શબ્દ ઉત્પન્ન થાય છે.
વિવેચન : સ્થૂળ સ્કંધ અથડાય ત્યારે શબ્દ ભાષા