________________
૧૪
પંચાસ્તિકાય
ज्ञानावर णाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धाः । तेषामभावं कृत्वाऽभूतपूर्वो भवति सिद्धः ॥२०॥
અર્થ : જ્ઞાનાવરણીય આદિ કર્મભાવે જીવે સુદ્રઢ (અવગાઢ) પણે બાંધ્યા છે, તેને અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલ એવે તે “સિદ્ધ ભગવાન” થાય.
વિવેચન : આઠે કર્મને અભાવ થાય તે પછી ચાર ગતિરૂપ સંસારમાં ન જાય, સિદ્ધ થાય. રાગદ્વેષથી કર્મ બાંધે છે, પણ રાગદ્વેષ ન કરે તે સિદ્ધ થાય. જ્ઞાન, સમ્યકત્વ દેખાતું નથી તેથી તેનું માહાસ્ય લેકેને નથી. કિયા જપતપનું માહાસ્ય છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૫૫) એ દ્રવ્યદૃષ્ટિ છે.
एवं भावमभावं भावाभावं अभावभावं च । - गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥२१॥ · एवं भावमभावं भावाभावमभावभावं च ।
गुणपर्यायैः सहितः संसरन् करोति जीवः ॥२१॥
અર્થ : એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ ભાવ એટલે વસ્તુનું હેવાપણું, વસ્તુનું ન હેવાપણું તે અભાવ, ભાવાભાવ એટલે જે અવસ્થા છે તેને અભાવ થ અને અભાવભાવ એટલે પહેલાં જે અવસ્થા નહેતી તે પ્રગટ થવી. એમ સંસારમાં જીવની અવસ્થા ફરે છે. जीवा पुग्गलकाया आयासं अस्थिकाइया सेसा । अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥२२॥