________________
જ્ઞાનગોષ્ટિ
અંશ નીકળી ગયો; તેથી દ્રષ્ટિના વિષયમાં ગડબડ થઈ ગઈ.
પૂજ્ય ગુરુદેવને ૪૫-૪૫ વર્ષો સુધી સાંભળવા છતાં આપણને સમ્યગ્દર્શન કેમ થતું નથી ? તેનું કારણ ૯૯% લોકોની દ્રષ્ટિના વિષયને સમજવામાં ક્યાંક ભૂલ રહી જાય છે. તે ભૂલ એ છે કે પર્યાયને કાઢવાને બહાને લોકોએ કાળના અખંડને કાઢી નાખ્યો અને દ્રવ્યને નામે ગુણભેદ અને પ્રદેશભેદને દ્રષ્ટિના વિષયમાં ભેળવી દીધાં. ઉપયોગને સમેટીને અંદર લઈ જવાની ભૂલને કારણે નહિ, પરંતુ દ્રષ્ટિના વિષયને પૂર્ણત: સમજવાની ભૂલને કારણે સમ્યગ્દર્શન મેળવતાં અટક્યાં છે. જ્યાં સુધી વિકલ્પાત્મક નિર્ણય સાચો નથી ત્યાં સુધી પ્રાયોગ્યલબ્ધિ આવવાનો અવકાશ નથી, કરણલબ્ધિ આવવાનો અવકાશ નથી. હજી નિર્ધારણ તો શું પરંતુ ધારણ અને ગ્રહણ પણ બરાબર થયું નથી, ભલે કદાચિત શ્રવણ થયું હોય.
'
o
પરંતુ લોકો જ્યાં આવી સૂક્ષ્મ ભૂલ રહી જાય છે, તેને શોધવાને બદલે પદ્માસનમાં હાડકાં સીધા ન રહી શકવાથી સમ્યગ્દર્શન થતું નથી, તેમ માને છે ! ભૂલ થાય છે દ્રષ્ટિના વિષય ત્રિકાળી ધ્રુવને સમજવામાં અને શોધવામાં, જ્યારે શોધે છે કમરના હાડકામાં !
એક વખત આ નિર્ણય સાચો થઈ જાય અને નિર્ધારણ સુધી પહોંચી જાવ, તો રસનો પરિપાક થઈ જશે અને કરણલબ્ધિ સ્વયમેવ ચાલુ થઈ જશે, તેને કરવી નહિ પડે.
૭. પ્રશ્ન:- આત્માનુભૂતિ પહેલાં જે છેલ્લો વિકલ્પ હોય છે, તે શું આ દ્રષ્ટિના વિષય વિષેનો હોય છે ?
ઉત્તર:- નિશ્ચિતરૂપે તે સંબંધી જ હોય છે, એમાં શું શક છે ? કયા વિકલ્પ પછી આત્માનુભૂતિ થાય છે તે કાંઈ નક્કી નથી. જે અંદર જાય છે તે તો દ્રષ્ટિના જોરથી જાય છે,. વિકલ્પથી થોડો જાય છે ?