________________
પરિશિષ્ટ - પ્રકરણ - ૫
૦ ૧૨૧
અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવ્યો છે. વીતરાગ થયા પછી ભેદભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.'
પર્યાયાર્થિક નયનો વિષય હોવાથી ગુણભેદને પણ પર્યાય કહે છે. ગુણોને તો સહભાવી પર્યાયો કહેવાય જ છે. અહીં જ્યચંદજીના ભાવાર્થમાં પર્યાય શબ્દનો જે ઉપયોગ થયો છે તે ગુણ અને ગુણભેદના અર્થમાં જ સમજવો જોઈએ. ભાવાર્થને ધ્યાનપૂર્વક વાંચવાથી આ વાત સહજ જ સ્પષ્ટ થઈ જાય છે.
જયચંદજી છાબડાના ભાવાર્થમાં ઉઠાવાયેલા પ્રશ્ન અને અપાયેલા ઉત્તરનું જે સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું છે, તેનો સાર આ પ્રમાણે
“શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ગુણભેદરૂપ પર્યાય દ્રવ્યનો જ અંશ છે; અવસ્તુ નથી. અહીં અવસ્તુનો અર્થ પરવસ્તુ સમજવો જોઈએ. જે રીતે શરીર પરવસ્તુ છે, કર્મ પરવસ્તુ છે; ભેદરૂપ પર્યાય તે પ્રકારની પરવસ્તુ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો જ અંશ છે, તેથી નિશ્ચય છે, તેને વ્યવહાનય કેમ કહી શકાય ? - આ છે શિષ્યનો પ્રશ્ન.
આ જ પ્રશ્નના ઉત્તરમાં અહીં કહે છે કે જોકે પર્યાય વસ્તુનો જ ભેદ છે, અવસ્તુ નથી, પરવસ્તુ નથી, તેમ છતાં અહીં પર્યાયદષ્ટિ છોડાવીને દ્રવ્યદષ્ટિ કરાવવાનું પ્રયોજન હોવાથી અભેદને મુખ્ય કરીને ઉપદેશ આપ્યો છે. ભેદને ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે પ્રતિભાસિત થાય છે, માટે અહીં ભેદને ગૌણ કર્યો છે. ધ્યાન રાખજો, અહીં ભેદને (ભેદરૂપ વ્યવહારને) ગૌણ કર્યો છે, તેનો અભાવ નથી કર્યો. -
અહીં અભિપ્રાય એ છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પદશા થતી નથી, સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ રાગ જ ઉત્પન્ન થાય છે. અનંતગુણાત્મક,