________________
પરિશિષ્ટ
પ્રકરણ - ૩ અન્વચદ્રવ્યાર્થિકનય વિષે
ડો. હુકમચંદજી ભારિલ્લ કૃત “પરમભાવપ્રકાશકનયચક ના - “દ્રવ્યાર્થિકનય - ભેદ, પ્રભેદ' પ્રકરણમાંથી :
સામાન્ય-વિશેષાત્મક આત્મવસ્તુના નિત્ય, એક, અભેદરૂપ સામાન્યાંશને વિષય બનાવવાવાળો દ્રવ્યાર્થિકનય કે એક જ છે, કારણ કે જેનો વિષય એક હોય, તે અનેક પ્રકારનો કઈ રીતે હોઈ શકે છે ? જેનો વિષય અભેદ હોય, તેના ભેદ કઈ રીતે સંભવે છે ? તેમ છતાં જિનાગમમાં પ્રયોજનવશ તેના પણ ભેદ કરવામાં આવ્યા છે.
વસ્તુનો જે અંશ (દ્રવ્યાંશ) દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે શુદ્ધ છે કે અશુદ્ધ અથવા તે બન્નેયથી નિરપેક્ષ તત્વ છે ? આ પ્રકારના જે અનેક પ્રશ્ન (વિકલ્પ) તેના વિષે ઉપસ્થિત થાય છે, તેમનું સમુચિત સમાધાન કરવું એ જ જિનાગમમાં નિરૂપિત દ્રવ્યાર્થિકનયના ભેદપ્રભેદોનું મૂળ પ્રયોજન છે.
- જિનાગમમાં દ્રવ્યાર્થિકનયના સામાન્યપણે બે ભેદ કરવામાં . આવ્યા છે :
૧. શુદ્ધ દ્રવ્યાર્થિકનય તથા ૨. અશુદ્ધદ્રવ્યાર્થિકનય.