________________
પ્રકરણ ૧
ભૂમિકા
આપણે જો ભગવાન બનવું હોય તો ક્યા આત્માનું ધ્યાન કરવું જોઈએ ? ક્યા આત્માને આપણી દ્રષ્ટિમાં રાખવો જોઈએ ? જેને પોતાની શ્રદ્ધાનું શ્રદ્ધેય, પોતાના જ્ઞાનનું જ્ઞેય અને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યા સિવાય કોઈને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, જેના સિવાય કોઈ ભગવાન બની શકતું નથી, એટલો મહત્વપૂર્ણ આ વિષય છે. તેની ચર્ચા આ પુસ્તકમાં છે.
‘સમયસાર પરમાગમની છઠ્ઠી-સાતમી ગાથાના આધાર પર એ ચર્ચા અહીં ચાલી રહી છે કે ‘દ્રષ્ટિનો વિષય’ શું છે ? દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ છે કે નહીં ? તથા એ પર્યાયનો વાસ્તવિક અર્થ શું છે? ‘દ્રષ્ટિના વિષયમાં પર્યાય સામેલ નથી' – પૂજ્યશ્રી ગુરુદેવે કહેલા આ કથનની ચર્ચા આ રીતે સમયસાર પરમાગમની છઠ્ઠી અને સાતમી ગાથાના આધાર પર આ પુસ્તકમાં કરવામાં આવી છે.
-
દ્રવ્યદ્રષ્ટિ, પર્યાયદષ્ટિ - એ પ્રમાણે ‘દ્રષ્ટિ’ શબ્દનો જે પ્રયોગ છે, તે સમ્યગ્દર્શનનો સૂચક નથી, પરંતુ અપેક્ષાનો સૂચક છે. દ્રવ્યદ્રષ્ટિ એટલે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી અને પર્યાયદ્રષ્ટિ એટલે પર્યાયાર્થિકનયની અપેક્ષાથી.
જે ભગવાન આત્મામાં પોતાપણું સ્થાપવાનું નામ સમ્યગ્દર્શન છે, જે ભગવાન આત્માને પોતારૂપ જાણવાનું નામ