________________
૪૭
સ્વતંત્રતાની પરાકાષ્ટા
એ મોક્ષની પર્યાય પણ પૂરણ જે થઈ આહાહા... (જી, પ્રભુ) મોક્ષ મારગને લઈને થઈ એમ કહેવું છે તો વ્યવહાર છે, (બરાબર) કારણ કે મોક્ષ મારગનો પર્યાય તો વ્યય થાય છે, તો વ્યય એ ઉત્પાદનું કારણ કેમ હોય ? આહાહા... તો ઉત્પાદનું કારણ તો ઉત્પાદ પોતે છે, પણ ઉત્પાદનું વ્યવહાર કારણ કહેવું હોય તો દ્રવ્યનો આશ્રય વિશેષ થયો માટે....(બરાબર) આહાહા... સમજાણું કાંઈ ? (જી, સાહેબ). એવો જે જન્મક્ષણ પરમાત્માનો આહાહા... તે કાળે પરમાત્મા પૂરણ આનંદ, અવ્યાબાધ, પૂરણ આનંદ તો થયો તો તેરમે ગુણસ્થાને (જી, હાં) પણ અહીંયા તો પૂરણ આનંદ, અવ્યાબાધ આનંદ એની પ્રાપ્તિ થઈ ભગવાનને ત્યાં, એને અહીંયા દિવાળી દિવસ કહેવામાં આવે છે (બરાબર).
દિ એટલે “સ્વકાળ” ને એણે વાળ્યો...... આહાહાહા... પરમાત્મા દશાની દિશા, એ સ્વકાળ આહાહા... એની સ્વકાળ, પર્યાયનો સ્વકાળ (જી) આહાહા.. એમાં એણે, પોતાની પર્યાયને ઉત્પન્ન કરી આહાહા...(બરાબર) તેથી એને “દિવાળી દિવાળી કહેવામાં આવે છે બહારમાં તો આ તો આ દિવા કરેને, આમ કરે ને, એ બધી વ્યવહારની વાતો છે. આહાહા... ભગવાન સાદિ અનંત સિદ્ધ પર્યાયને પામ્યા (જી) અનાદિ સાંત સંસારની અવસ્થાને કરી નાખી આહાહા.. (બરાબર) સંસાર દશા જે અનાદિની છે તેનો ત્યા અંત એ ક્ષણે આવ્યો અને સિદ્ધની પર્યાય અનંત કાળ રહેવાની છે. (બરાબર) તેનો ઉત્પત્તિ કાળ તે સમયે આવ્યો. (બરાબર) આહાહા.. સમજાય છે કાંઈ ? (જી સાહેબ) એમ સમ્યકદર્શનની ઉત્પત્તિનો ક્ષણકાળ, (બરાબર) તે જ ક્ષણ કાળ મિથ્યાત્વના નાશનો ક્ષણકાળ છે (જીહાં, બરાબર) આહાહા... અને તે જ ધ્રુવનો ક્ષણકાળ, તે તે ધ્રુવનો (બરાબર) તે તે ધ્રુવનો એટલે? પહેલાંની પૈર્યાય ગઈ, નવી પર્યાય થઈ, એટલું જરી ધ્રુવમાં... આહાહા.... અપૂરણ પર્યાય ગઈ, પૂરણ પર્યાય થઈ એટલું ધ્રુવની અપેક્ષા ત્યાં રહી છે.. ન્યાય અપૂરણ ગઈ ને પૂરણ થઈ ત્યાં ધ્રુવમાં પૂરણતા છે એમાં કાંઈ ઓછપ થઈ નથી (બરાબર) સમજાણું કાંઈ ? આહાહા.. એ તો પૂર્ણાનંદ ધ્રુવ તો તે