________________
૨૩
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૩
આવી વસ્તુ છે. એને શ્રદ્ધા ને જ્ઞાનમાંય ન લ્ય અને ઝઘડાં, ઝઘડાં ઝઘડાં, બહારમાં, આ મૂર્તિ હોય છે, હોય એના ઘરે. એ તો પરદ્રવ્ય છે. આ એના તરફનો વિકલ્પ ઉદ્યો ઈ પરદ્રવ્ય છે (જી પ્રભુ) સ્વદ્રવ્ય નહીં. (બરાબર) એથી તે પરદ્રવ્યનો કર્તા સ્વદ્રવ્યની શ્રદ્ધાવાળો નથી. (નથી, નથી, નાથ) અને આગળ જતાં દ્રવ્યને પર્યાય બે સત્તા સિદ્ધ કરવી છે, ભિન્ન, (બરાબર) ભિન્ન સત્તા છે એ બેય (જીહાં – સાત દ્રવ્ય છે?) છે... ભલે જે હોય ઈ (જે હોય ઈ) પણ દ્રવ્યને પર્યાય બે સત્તા ભિન્ન છે. સામાન્ય સત્તા અને વિશેષ સત્તા પર્યાય બે ભિન્ન છે. એ અપેક્ષાએ ભિન્ન માટે ભિન્ન દ્રવ્ય, પર્યાયનો કર્તા છે નહીં બરાબર)
મોક્ષમાર્ગની પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. (બરાબર) એય.. ઈ ગાથા આવશે આપણે એ ત્રણસો વીસમી ચાલશે એ તો માણસો ભેગા થાયને ત્યારે આહાહા.. સમજાણું કાંઈ ? હિન્દી, હિન્દી (જી) આ હિન્દી લોકો આવશે ને ત્રણસો વીસમી, જયસેન આચાર્યની ટીકા, બહુ સૂક્ષ્મ વિષય ઘણો, ઈ ચાલશે, આમ ઝાઝા માણસો આવે ને ત્યારે સાંભળે. પાના છપાણા છે પંદરસો (જીહૉ) ત્રણસો વીસમી, જયસેન આચાર્યની ટીકા સૂમ.
એ આત્મા, મોક્ષનો મારગ ને મોક્ષની પર્યાયથી પણ ભિન્ન છે. (બરાબર) મોક્ષની પર્યાયનો કર્તા આત્મા નહીં, ધ્રુવ નહીં. (બરાબર) આવી વાત... (સત્ય વાત) કેમકે કર્તા હોય તો બે એક થઈ જાય છે. જેમ એક સત્તાવાળું દ્રવ્ય બીજા સત્તાવાળાને કાંઈ કરે તો બે એક થઈ જાય છે. (બરાબર) એ વિનોદભાઈ, જરી રાતે થોડી વાત કરી'તી, આ બહેનોને પણ થોડો ખ્યાલ આવે ને ભાઈ... (અહીં) ભગવાન આત્માની સત્તા સ્વભાવની અને વિભાવની બે સત્તા જ ભિન્ન છે. (બરાબર) બે હોવાપણે ભિન્ન છે, એટલે હોવાપણે ભિન્ન એ સ્વભાવ, તે વિભાવ ને કેમ કરે ? (બરાબર) સ્વભાવની પર્યાય તે વિભાવને કેમ કરે ? (બરાબર) શું કીધું સમજાણું ? (જીહાં) સ્વભાવનું દ્રવ્ય એકકોર રાખો