________________
શ્રી વીતરાગાય નમઃ
(અષ્ટપાહુડ, બોધપાહુડી
ગાથા ૧૦-૧૧-૧૨-૧૩ આ અષ્ટપાહુડ, બોધપાહુડની વ્યાખ્યા છે. (જી, હાં) જિનપ્રતિમાનું કથન છે. સાચી જિન પ્રતિમા કોને કહેવી? જૈન મારગમાં વીતરાગ દેવે જિન પ્રતિમા આને કહી છે (બરાબર, કઈ નયથી?) ઈ સાચી નથી. આ પ્રતિમા છે એ તો વ્યવહાર છે મંદિર આદિ પ્રતિમા એ તો વ્યવહાર છે આવો નિશ્ચય હોય ત્યારે વિકલ્પ ઉઠે, ત્યારે લક્ષ ત્યાં જાય એટલે... (બરાબર) સમજાણું કાંઈ? (બરાબર) જિન પ્રતિમાનું નિરૂપણ.
सपरा जंगमदेहा दंसणणाणेण सुद्धचरणाणं णिग्गंथवीयराया जिणमग्गे एरिसा पडिमा ॥१० ।। जं चरदि सुद्धचरणं, जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं । सा होई वंदणीया णिग्गंथा संजदा पडिमा ॥११ ।। दसणअणंतणाणं अणंतवीरिय अणंतसुक्खा य । सासयसुक्ख अदेहा मुक्का कम्मट्ठबंधेहिं ॥१२॥ निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण ।
सिद्धठ्ठाणम्मि ठिया वोसरपडिमा धुवा सिद्धा ॥१३ ।। દગ-જ્ઞાન-નિર્મળ ચરણધરની ભિન્ન જંગમ કાય જે, નિગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. - ૧૦ જાણે-જુએ નિર્મળ સુદગ સહ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિગ્રંથ-સંતરૂપ પ્રતિમા જાણજે. ૧૧ નિઃસીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે છે મને, શાશ્વતસુખી, અશરીરને કર્માણ બંધવિમુકત જે. ૧૨ અક્ષોભ-નિરુપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩