________________
૧Y
સ્વતંત્રતાની પરાકાષ્ટા
છે ને. મુનિરાજ તો બેસાડે છે, મુનિરાજ તો કહે છે, પણ નિત્ય નિગોદમાં પણ અભવી જીવની જેમ પરિણમી શકે નહીં એવી વાત છે નહીં.. આહાહા... એ તો કોઈ જીવ અલ્પ છે. ઢગલાં તો આ પડ્યા છે મોટા જીવના, આત્માના પરિણમવાને લાયક પડ્યા છે, એવા ઢગલા પડ્યા છે. આહાહા... નહીં પરિણમવાને લાયક એવા જીવતો કોઈ અલ્પમાં અલ્પ અનંતમાં ભાગને એની વાત રહેવા દે. એ વાતને ભૂલી જા, એ છે નહીં, તુ એ છે નહીં. આહાહાહા...
ટીકા કરીને ગજબ કામ કર્યું (ટીકાની પણ ટીકા ગુરુદેવ કેવી છે?) હૈ ? ગજબ ટીકા છે સુદ્રષ્ટિઓને એટલે અતિઆસન ભવ્ય જીવોને તૈયારી છે આમ મુક્તિની તૈયારી છે, મુક્તિની આહાહા.... જેમાં અજંપા જાપ નહીં પણ જંપા જાપ થઈ ગયા છે. મુક્તિનો જાપ થઈ ગયો છે આહાહા.... એવા આસન્નભવ્યજીવને, આસન એટલે નજીક મુક્તિ નજીક છે. સંસારના જેને છેડા આવી ગયા છે આહાહા.. એ વાતને લક્ષમાં લે, સંસારના છેડા આવી ગયા છે, અંત આવ્યો છે અને મુક્તિની નજીક છે, એવા અતિઆસન્ન ભવ્યજીવોને આ પરમભાવ આ પરમભાવ ત્રિકાળી પરમ સ્વભાવ સત્વ આ સદા નિરંજનપણાને લીધે આહાહા.... સદા નિરંજનપણાને લીધે, અંજન-ફંજન એને છે જ નહીં, મેલ.. એ તો નિરંજન છે. આહાહા..... - આલોચનાનો અધિકાર, આમ આલોચન કર, આમ અંદર આલોચન કર. કહે છે આહાહા.... એ “છે” એમ એ રીતે આલોચવું અને જોવાને લાયક જ તું છો. સંદેહ રહેવા દે,. ભગવાને ભવ દીઠા હશે તો ? અરે સાંભળને. ભગવાનની પ્રતીતી થઈ તેને ભગવાને ભવ દીઠા જ નથી.
કહ્યું તું ને ૭૨ની સાલમાં, પ્રશ્ન ઉઠ્યો'તો. મોટો પ્રશ્ન ઉક્યો'તો કે ભગવાને દીઠા તેટલા ભવ થાશે, તેથી આપણે શું કરીએ ? કીધું ભગવાન એક સમયનું જ્ઞાન ત્રણકાળ ત્રણલોકને જાણે એવી એક જ પર્યાય, અનંતી બીજી પર્યાય જુદી રહી. એક સમયની એક પર્યાય, એક