________________
૧૦
સ્વતંત્રતાની પરાકાષ્ટા
છે. આહાહા.... પ્રભુ, તમે સર્વજ્ઞ નથી ને.... અમે અભવી છીએ કે નહીં, એય તમને ખબર નથી ને. તમે આવો પોકાર કરો છો એકદમ. આહાહા.... લાયક છો, પરિણમવાને લાયક છો, પરિણમી શકે છો. આહાહા.... છે ? અભવી જીવો પરમ સ્વભાવનો આશ્રય કરવાને યોગ્ય છે પણ સુદ્રષ્ટિઓને આહાહા..... જેણે દ્રષ્ટિમાં ગુલાંટ ખાધી છે મિથ્યાત્વ છૂટી અને ક્રમબદ્ધમાં નિર્ણય કરતા જ્ઞાયકનો નિર્ણયનો અનુભવ થયો છે. ક્રમબદ્ધનો નિર્ણય કરતાં આ જ્ઞાયકભાવનો અનુભવ થયો છે. આહાહા.... એવા સુદ્રષ્ટિઓને અતિઆસન્ન ભવ્ય જીવોને, સુદ્રષ્ટિની વ્યાખ્યા કરી, લીટી કરીને, સુદ્રષ્ટિ એટલે અતિઆસન્ન ભવ્યજીવ. અલ્પકાળમાં મુક્તિ છે એને... આહાહા... મોક્ષ તો એને હવે એક, બે ભવમાં દેખાય એમ કહે છે એને મોક્ષ દેખાય છે. અલ્પકાળમાં મોક્ષ થશે એમ પોકાર છે.. આહાહા...
શ્રીમદ્દે કહ્યું કે, ગૃહસ્થાશ્રમમાં હતાં, લાખોના વેપાર હતાં, અંતરદ્રષ્ટિમાંથી આવ્યું છે જે “અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે” રાગ હજી એક બાકી લાગે છે. પણ તેથી “દેહ એકધારીને, જાણું સ્વરૂપ સ્વદેશ” અમે એકાદ દેહ ધારીને અમારા દેશમાં ચાલ્યા જાશું. રાગના પ્રદેશમાં હવે અમે નહીં રહીએ આહાહા.... રાગના પ્રદેશમાં એમ કહ્યું વાણી આવીને, બહેનમાં આવ્યું ને આમાંય “જાશું સ્વરૂપ સ્વદેશ” એનો અર્થ ઈ આવ્યો, પુણ્ય ને પાપ છે એ પરદેશ છે, વિભાવ છે, સ્વભાવ નથી એનો આત્માનો એ પરિવાર નથી. આહાહા.... આત્માનો પરિવાર તો આનંદ, શાંતિ, સ્વચ્છતાને, પ્રભુતાને, પૂર્ણતા એ પ્રભુની સામગ્રી અર્થાત્ પરિવાર છે એ સ્વદેશમાં એકાદ દેહ ધારણ કરીને અમે પૂરણ થવાના છીએ આહાહા.... સમજાય છે કાંઈ? સર્વજ્ઞને મળ્યા નથી. કુંદકુંદ આચાર્ય તો સર્વજ્ઞને મળ્યાં છે. આ સર્વજ્ઞ સ્વભાવ આત્માનો સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. જેને આત્મજ્ઞ કહ્યું. સર્વજ્ઞ સ્વભાવ આત્માનો તે આત્મજ્ઞ છે ઈ, સર્વને જાણવું એ તો અપેક્ષિત વાત થઈ આહાહા.... આત્માની પર્યાયમાં પૂરણપણે જાણવું એ આત્મજ્ઞપણું એ