________________
સમાધિસાધના મારે તે આત્મા. એ આત્માની પકડ અને તે જ મારે ગુરુ. અને તે જ મારે માન્ય. આતમભાવ ભાગ્યે જન્મ મરણને ફરે છૂટી જાય.
ધિંગધણી માથે કિયા” એક ઘણ કર્યો. બીજું કંઈ નથી. માયા, સંબંધ, પૈસે ટકે, કાયા, બધું મળવું તે કર્મોઘીન છે. આત્મા છે. તેને નાશ નથી. માથે ઘણું કર્યો એટલે થઈ રહ્યું. મૂળ વસ્તુ તે જ્ઞાન-દર્શનચારિત્ર તે આત્મા, એ જ છે. એ જ ઘણું છે. એને માની લે. આટલે ભવ મનુષ્યને છે તે ચિંતામણિ છે. ખરે લહાવે ધર્મને લેવાને છે. એક આત્માની ઓળખાણ થઈ તે બસ. રેજ મૃત્યુ સંભારવું. તેથી મમત્વભાવ નહીં રહે. જીવ ઘેરાઈ જશે ત્યારે તે કંઈ નહીં બને.
આ સંસાર સ્વમવત છે. પગ મૂકતાં પાપ છે. મરણને ત્રાસ માથે છે. જે મરવું ન હોય તે ભલે આળસ કરે; પણ તે તે છોડવાનું નથી. ઘણું પુણ્યને લઈને મનુષ્ય જન્મ મળે છે. તે એળે ન જવા દે. ચેતવા જેવું છે. ઘડી વારમાં ફૂટી જાય એ દેહ છે. તેને ભરોસે કરવા જેવું નથી. પાપ અને પુણ્ય સાથે આવે છે. બીજું બધું પડ્યું રહે છે. એ આપણે નજરે જોઈએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે. કમાવા માટે કે ધંધા-આબરૂ માટે આટલું બધું કરીએ તે આ જીવને અનાદિ કાળથી પરિભ્રમણ થતું આવ્યું છે તે ટાળવા માટે કાળજી નહીં રાખવી? એની (જીવની) નેકરી–ફરજ પણ બજાવવી, “આત્મઘાતી મહાપાપી.” બધાં દર્શનેમાં આ વાત માન્ય છે. વિષ્ણુ, મહાદેવ કે માતા એ માન્ચે મેક્ષ થવાને નથી કરણીનાં ફળ મળશે. પણ