________________
સમાધિ-સાધના
૫૫ વાના પ્રસંગે કરતાં આવી વેદનીના પ્રસંગે જીવને કલ્યાણનાં કારણ હેવાથી અમૃત સમાન છે, પણ વૃષ્ટિ કરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે અને તે છોડવાને વખત આવે ત્યારે કઠણ લાગે છે. પણ આત્માને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર આદિ ગુણે તે અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી. માત્ર તેનું ભાન નથી. એ કઈ સંતને યોગે સાંભળી, વિચારી, સમ્યફ પ્રકારે માનવાથી પરિણામ બદલાય છે. અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. એ આત્મભાવનાથી આત્મગતિ થાય છે.
અનાદિ કાળથી જીવ પર્યાય દૃષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે. તેથી શરીર આદિ પર્યાયમાં અહંભાવ મમત્વભાવ કરી તેમાં હર્ષશેક રાગદ્વેષ કર્યા કરે છે. તેથી જન્મમરણ ઊભાં થાય છે. જન્મમરણના કારણભૂત તેવી પર્યાયવૃષ્ટિ તજવા યોગ્ય છે એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે છતાં જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતા નથી, ગળે ઉતારતો નથી. નહીં તે સર્વ દુઃખને નાશ કરનાર એવું જે સમ્યકત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે, સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુકૃપાથી દ્રવ્યવૃષ્ટિને અભ્યાસ કરવા એ છે. જ્યારે પર્યાવૃષ્ટિ દુખકારક, જન્મમરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું સાધન તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્યવૃષ્ટિની સમજ સદ્દગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવાં આત્મપરિણામ વર્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહેજે થાય એમ છે.
ભારી પીળા ચીકણો, કનક અનેક તરંગ રે, પર્યાય દૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે. ધર્મ